Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

છેલ્લા 22 વર્ષથી સતાથી કોંગ્રેસની કમર ભાંગી ગઈ છે :ભાજપ તમામ બેઠકો ફરી જીતશે :જીતુભાઇ વાઘાણી

પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં ભાવનગર-અમરેલી લોકસભા બેઠકની ચર્ચા : પ્રભારી ભુપેન્દ્ર યાદવ,પરષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, આર.સી ફળદુ અને ભીખુભાઈ દલસણીયા ઈશ્વરસિંહ પટેલ સહિતના ઉપસ્થિત

ભાવનગર :આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાવનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે આયોજિત બેઠકમાં ભાવનગર,અમરેલી લોકસભા બેઠક અંગે ચર્ચાઓ થઈ હતી

  આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ,પરષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, આર.સી ફળદુ અને ભીખુભાઈ દલસણીયા ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે. તેની કમર સાવ ભાંગી ગઈ છે અને ગુજરાતની પ્રજા તેને ઓળખી ગઈ છે જેથી ફરી આવનારી લોકસભા ચુંટણીમાં તમામ બેઠકો પર ફરી વિજય પ્રાપ્ત કરીશું.

   નગરપાલિકાના ૩૭૦૦ જેટલા સભ્યોને પ્રશિક્ષિત શિબિરમાં સામેલ થયા. જેમને સરકારની વિવિધ યોજના અંગેની જાણકારી મેળવી લોકો સુધી પહોંચાડશે.

(7:56 pm IST)