Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સાયકલયાત્રાનું ગામેગામ ઉમળકાભેર સ્વાગતઃ કુતિયાણાથી ગણોદ અને ઉપલેટા સુધીમાં પ૦૦ સત્યના સારથીઓ જોડાયા

''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'' દ્વારા લોકશાહીમાં લોકજાગરણ :ઉપલેટામાં જંગી જાહેરસભા યોજાઇઃ આજે ધોરાજીમાં નગરયાત્રા

રાજકોટઃ લોકશાહીમાં લોકજાગરણને ઉજાગર કરવા માટે ''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'' ની સાયકલ યાત્રાનો પોરબંદરમાં કિર્તિમંદિરથી પ્રારંભ થયા બાદ આ યાત્રા રાણાકંડોરણામાં લોકજાગરણ અને લોકશાહીને વધુ મજબુત બનાવવા લોકોનો સ્વયંભુ સહકાર મળ્યો હતો. રાણાકંડોરણામાં રાત્રીરોકાણ થયા બાદ આ યાત્રા કુતિયાણાથી ઉપલેટામાં પ્રવેશ કર્યો હતો. ઉપલેટામાં નગર યાત્રા દરમિયાન લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. જલારામ મંદિર-બસસ્ટેન્ડ ચોક-વડચોક-બાવલા ચોક-ગાંધીચોક, નાગનાથ ચોક-ટાવર ચોક, નવરંગ હોટેલ ચોક અને કોટેજ હોસ્પિટલ સુધીમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અને લોકો દ્વારા ઇન્દ્રનીલભાઇ તુમ આગે બઢો હમ આપકે સાથ હે ના બુલંદ નારા સાથે નગરમાં ભારે ઉત્સાહ છવાઇ ગયો હતો આ પ્રસંગે ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ સરદાર, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી અને દેવાયત બોદરની પ્રતિમાને વંદન કર્યા હતા, ફુલહાર કર્યા હતા. અને દેશના મહાન વિભૂતિને યાદ કર્યા હતા. ત્યારબાદ જલારામ મંદિરે બાપુના બાવલા ચોકમાં સભા યોજાઇ હતી.

આ સભામાં ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર શહેર અને પત્રકાર અગ્રણી કૃષ્ણકાંતભાઇ ચોટાઇ શહેર કોંગ્રેસ પ્રમુખ, નારણભાઇ સેલાણા, જયદેવસિંહ વાળા, બાબુભાઇ ડેર, કમલેશભાઇ વ્યાસ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સરપંચ ચીખલીયા, છગનભાઇ સોજીત્રા પૂર્વ ધારાસભ્ય, મજબુતભાઇ હુંબલ ગણોદ સરપંચ, કમલેશભાઇ બાબરીયા વરજાંગ જાળીયા સરપંચ, સોમાભાઇ વિન્જુડા અનુજાતિ મોરચો પ્રમુખ, બાબુલભાઇ જુણેજા એડવોકેટ માઇનોરીટી ચેરમેન, તૃપ્તિબેન રાવલ આદીલ બેલીમ, ભાર્ગવ મહેતા, મહિલા અગ્રણી આરતીબેન માકડીયા મહિલા કોંગ્રેસ પ્રમુખ, પ્રવિણાબેન નંદાણીયા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, છેલાભાઇ લખપતી, રેખાબેન મકવાણા, નરેન્દ્રભાઇ ચૌહાણ તથા રાજભા ઝાલા સહિતના હાજર રહેલા.

આ પ્રસંગે સાયકલ યાત્રાના સમર્થનમાં રાજકોટથી પધારેલ મ્યુ.કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, મિતુલભાઇ દોંગા, મહિલા કોર્પોરેટર ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, સુરેશભાઇ ગરૈયા, હારૂનભાઇ ડાકોરા, રસીલાબેન ગરૈયા, માસુબેન હેરભા, રામભાઇ હેરભા, ભાવેશભાઇ બોરીચા, અભિષેકભાઇ તાળા, જગાભાઇ મોરી, શૈલેષભાઇ નંદાણી, મચ્છાભાઇ ગોહેલ, અમુભાઇ પરમાર, રાજુભાઇ શેઠ, ભરતભાઇ આહીર, રાજુભાઇ જુંજા, ભરતભાઇ ધોળકીયા, હેમંતભાઇ વીરડા, યુનુસભાઇ જુણેજા, નીલભાઇ રાજગુરૂ, વૈશાલીબેન સિંદે, શોભનાબેન ઘેડીયા, ધર્મિષ્ઠાબેન મહેતા, રીટાબેન વડેયા, કલાબેન સોરઠીયા, અનિતાબેન સોની, તૃપ્તિબેન જોષી, અમિષાબેન ગોહેલ, વગેરે જોડાયા હતા.

આ સભામાં ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ (મો. ૯૮ર૪૦ ૪૩૭૦૩) એ તેમના તેજાબી પ્રવચનમાં જણાવેલ હતું કે, લોકશાહીને ખતમ કરવાની કોઇની તાકાત નથી. મહાત્મા ગાંધીજીએ લોકશાહીના મજબુત પાયા નાખ્યા છે. ત્યારે લોકોએ સતત જાગૃત રહેવું પડશે. લોકોએ મને મત આપ્યા હતા એટલે હું ધારાસભ્ય બન્યો હતો. લોકોની મુશ્કેલીની વાત શરૂ થવી જોઇએ. લોકોની વેદના સમજવી જોઇએ. લોકશાહી પરોક્ષ છે. રાજા બનાવવાનો અધિકાર આપનો છે.

આ પ્રસંગે ઉપલેટાના આગેવાન વિજયભાઇએ સ્પષ્ટ શબ્દોમાં સંબોધન કરતા કહ્યું હતું કે સાયકલ યાત્રાના માધ્યમથી આપણી વચ્ચે આવેલા ઇન્દ્રનીલભાઇ અભિનંદનને પાત્ર છે. લોકશાહીનો વિષય વર્તમાન સમયમાં ચિંતાનો વિષય છે. માટે સાયકલ યાત્રા નીકળી છે. તમામ સમાજ, જ્ઞાતિ, ધર્મને જોડવા માટે લોકશાહી જરૂરી છે. આજના નેતાઓ લોકશાહીને દબાવી રહ્યા છે.

આ પ્રસંગે કૃષ્ણકાંત ચોટાઇએ કહયું હતું કે લોકોમાં જાગૃતિ નથી એટલે ચૂંટાયેલો પ્રતિનિધી તાનાશાહી વાપરે છે. આપણે સિંહ ન થઇ શકીએ તો કઇ નહિ પરંતુ બકરીની જેમ જીવવું જોઇએ નહિ અને આ સત્યના સારથી બનવા લોકશાહી લોકજાગરણ સાયકલ યાત્રાને સહકાર આપવો જોઇએ. આ સભામાં રાજકોટના પૂર્વ સ્ટેન્ડી કમીટીના ચેરમેન રાજભા ઝાલાએ લોકશાહી લોકજાગરણ સાયકલ યાત્રાને બિરદાવી હતી.

લાખાભાઇ ડાંગરે આ પ્રસંગે કહ્યું હતું કે પાટનગરના પ્રહરી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ શરૂ કરેલી લોકશાહીમાં લોક જાગરણની સાયકલ યાત્રા ખૂબ જ આવકારદાયક છે. લોકો જયાં સુધી જાગશે નહિ ત્યાં સુધી લોકશાહી ખરાબ થવાની છે. લોકશાહી લોકો માટે ચાલતી સરકાર છે. ભાગલાવાદી પરીબળો કયારેય ફાવશે નહીં. લોકોએ જ લોકશાહી બચાવવી પડશે. લોકશાહી બચાવવા સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઇએ. ઇન્દ્રનીલભાઇના સિધ્ધાંતોને અનુસરવા હાંકલ કરી હતી.

બપોરે ૪ વાગ્યે સાયકલ યાત્રા ધોરાજીમાં પ્રસ્થાન થઇ હતી. 'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ' ની સાયકલ યાત્રા ધોરાજીમાં  ફરશે. પ્રશાંત પેટ્રોલીયમ-જમનાવડ રોડ લેઉવા પટેલ સમાજ  ગરબી ચોક સ્ટેશન રોડ, તીરખાના કુવા ચોક દરબારગઢ શાક માર્કેટ અવેડા ચોક સહિતના મુખ્ય રાજમાર્ગો પર નગરયાત્રા કરશે. તેમ ભાવેશભાઇ બોરીચા  (મો. ૯૯૦૪૩ ૦૦૦૦૧) ની  યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)