Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલોમાં ગાબડાઓ પડવાનો દોર યથાવત

વઢવાણ તા. ૪ : સુરેન્દ્રનગરના લીમડી ચુડા વચ્ચેની કેનાલ મા મસ્મસ્તું મોટું ગાબડું પડતાં હજારો હેકટર જમીન ના પાક પાણીમા ગરકાવ થાયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા છેલ્લા કેટલાક સમયથી અનેક તાલુકાઓ ની કેનાલો મા ગાબડાં પડયાં છે અને તંત્રનીઙ્ગ નર્મદા કેનાલો મા નબળી કામગીરી સામે આવી રહી છે ત્યારે લીમડી અને ચુડા પંથકની કેનાલમા ગાબડું પડતાં ખેતરો મા પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોને છતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ કેનાલના બાંધકામ શરૃં હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના અનેક ખેડૂતોએ નર્મદા નિગમને નબળી કેનાલની કામગીરી થતી હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેને નજર અંદાજ કરીને આ કેનાલોનું નબળું બાંધકામ કરતા હાલ અનેક સુરેન્દ્રનગર જીલ્લાના ગામડાઓમા આવેલી કેનાલોમા ગાબડાં પડી રહ્યાં છે.

ગઈ કાલે સુરેન્દ્રનગરની લીમડી કેનાલ પર નર્મદા કેનાલ ઉપર મસમોટું ગાબડું પડ્યું. સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણના વસ્તડી પાસે સવની યોજના અંતર્ગત નખાયેલ પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં હજારો લિટર નબળા વર્ષમાઙ્ગ પાણીનો વ્યય થયો.

થોડા દિવસ પહેલા લખતરના ભાલાળા ગામ પાસે પસાર થતી નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ પડ્યું.

(3:49 pm IST)