Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ખંભાળીયાઃ કરોડા રૂપીયાનાં હેરોઇન પ્રકરણમાં મુસ્લીમ શખ્સ ૭ દિ'ના રિમાન્ડ ઉપર

ખંભાળીયા, તા., ૪: તાલુકાના સલાયા ગામેથી બોડા સમય પહેલા કરોડો રૂપીયાના હેરોઇનનો જથ્થો પકડાયો હતો. એની ટેરેરીસ્ટ સ્કવોડે અમદાવાદે ખાસ બાતમી ઉપરથી આ જથ્થો પકડયો હતો. જેમાં સલાયાનો શખ્સ અને માંડવી કચ્છનો શખ્સ પકડાયો હતો. જેની તપાસમાં ડીસા પાલનપુરથી અનય રાજયોમાં જીરૂ મોકલવાના જથ્થામાં હેરોઇનનો જથ્થો મોકલાતો હતો તેવુ ખુલેલું તથા ટ્રાન્સપોર્ટરની પણ ધરપકડ કરીને તેને રીમાન્ડ પર લેવાયો હતો. આ પ્રકરણમાં એ.ટી.એલ.ને વધુ મોટી સફળતા મળી છે.

માંડવી-કચ્છના રહેવાસી અરસદ અબ્દુલ રજાક જે આ કરોડોના હેરોઇન કાંડમાં સંકળાયેલ મહત્વનું પાત્ર હતો. આ શખ્સ નેપાળની બોર્ડર પાસેથી નાસી જવા પેરવી કરતો હોવાની બાતમી ઉપરથી આ પ્રકરણમાં રાજય એટીએસ દ્વારા જુદી જુદી મેકીંગ ટુકડીઓ બનાવીને દેશના રાજયો પંજાબ-કાશ્મીર-ગુજરાત તથા કેટલાક વિદેશના સ્થળે પણ ચેકીંગ ચાલુ કરાયું હોય તેમાં આ અબ્દુલ રજાક આબાદ રીતે ઝડપાઇ ગયો હતો.

દેવભુમી જિલ્લા ન્યાયાધીશના શ્રી ભટ્ટની કોર્ટમાં ગઇકાલે એટીએસના પો.ઇ.શ્રી વિષ્ણુ પટેલે અબ્દુલ રજાક સોરાની ધરપકડ કરીને ચૌદ દિવસની રીમાન્ડ સાથે રજુ કર્યો હતો. જેમાં સાત દિવસની તા.૧૦-૧૦-૧૮ સુધીની રીમાન્ડ મંજુર થઇ છે.

એટીએસના પો.ઇ. શ્રી વિષ્ણુ  પટેલે જણાવ્યું હતું કે કરોડોનો આ હેરોઇનનો જથ્થો સલાયામાં લાવવામાં આવ્યો તે પહેલા માંડવી કચ્છમાં કયાંથી આવ્યો ? કોણ કોણ લાવવામાં મદદગાર હતા? કયાં કયાં આ માલ વેચવામાં આવ્યો તથા અન્ય ભારતના રાજયોમાં કે વિદેશમાં કોની મદદ આ માલની ફેરફેરમાં થઇ હતી. વિ. મુદ્દે તપાસની કામગીરી હાથ ધરવામા ંઆવી હતી.

(3:47 pm IST)