Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ચોટીલાનો મુસ્લિમ પરિવાર બનાવે છેઃ મનમોહક ગરબાઓ

વઢવાણ, તા.૪: હાલમાં નવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઝાલાવાડ પંથકમાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ધૂમ ધામ પૂર્વક કરવામાં આવે છે  સુરેન્દ્રનગર જીલ્લાના નાનામાં નાના ગામડાઓમા નવરાત્રીના ગરબા બનવામા આવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા થાન રોડ ઉપર ૨૭ વર્ષના મોસીન ભાઈ અબ્બાસ ભાઈ માડકિયા અને તેમનાં આખા પરિવાર દ્વારા રંગ બે રંગી ગરબાઓ બનવા મા આવે છે . ત્યારે આ એક કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડે છે.

આ મુસ્લિમ પરિવાર જણાવે છે કે આપણી જરૂરિયાતો એવી હોવી જોઈએ જે એક બીજા ને જોડે નહિ કે તોડે. આવા ઉંચા વિચારોની સાથે ચોટીલાનો મુસ્લિમ પરિવાર અનેક રંગ બે રંગી ગરબાઓ લોકો ના મન મોહી જાય તેવા ગરબાઓ બનાવે છે.

આ મોસિન ભાઈ અને તેમનો પરિવાર જણાવે છે કે ચોટીલામાં પોતેઙ્ગ મુસ્લિમ પરિવાર હોવા છતાં માતાજી ના રંગબેરંગી ગરબાઙ્ગ બનાવી રહ્યા છે તેમને ચોટીલા ચામુંડા માતાજી એ ગરબો મુકી ને ધંધા શરૂઆત કરી હતી..

ચોટીલા નો આ મુસ્લિમ પરિવાર છેલ્લા ૭ વર્ષ થી પોતે આ નવરાત્રી નિમિત્ત્।ે ગરબા બનાવે છે મોસીન ભાઈ જણાવે છે કે તે ૨૦ વર્ષ ના હતા ત્યારે થી આવા રંગ બે રંગી મનમોહક ગરબાઓ બનાવે છે ત્યારે ચોટીલાના મુસ્લિમ પરિવારે કોમી એકતા નુ પ્રતીક બની ને માતાજી ના રંગબેરંગી ગરબા બનાવી રહ્યા છે અને ચોટીલા અને થાન રોડ ઉપર આ મોસીન ભાઈ દ્વારા ગરબાઓ બનાવી સજાવી ને માતાજી ના ભગતો ને પીરસે છે ત્યારે સુરેન્દ્રનગર અને સમગ્ર ગુજરાત મા આ એક કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડે છે.

(3:47 pm IST)