Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

લીંબડીના બોરાણામાં કાન કાપીને દાગીનાની લૂંટ : વૃદ્ધાની હત્યા

એકલા રહેતા બોનજીબેન અરજણભાઇ દેવીપૂજકના ઝૂંપડામાં અજાણ્યા શખ્સો ત્રાટકયા

સુરેન્દ્રનગર, તા. ૪ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે ઝુંપડામાં એકલા રહેતા બોનજીબેન અરજણભાઇ દેવી-પૂજક રાત્રીના સમયે પોતાના નાના એવા  ઝુંપડામાં સુતા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે વૃદ્ધા બોનજીબેન દેવીપૂજકનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી અને કાનમાં પહેરેલ સાત નંગવાળી સોનાની બુટી રૂ. ૪૦,૦૦૦/- કાન કાપી લઇ ગયા હોવાના અને ફરાર થઇ ગયા હતાં.

તેના પૌત્ર રણજીત સવારના સમયે પોતાના દાદીમાને જગાડવા માટે ઝુંપડામાં આવ્યો  ત્યારે આ સમગ્ર ઘટના જોતા ઝુંપડામાં મૃત હાલતમાં દેવીપૂજક બોનજીબેન પડયા હતા. કાન પણ કપાયેલા હતાં. બુટ્ટી લૂંટાઇ ગઇ હતી.

બોરાણા ગામમાં લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ ઉપર એકઠા થઇ ગયા હતાં અને લીંબડી ખાતે પોલીસને જાણકારી અપાતા અજાણ્યા ઇસમો સામે ફરીયાદ કરી હતી.

(3:40 pm IST)