Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જૂનાગઢના ગેસ્ટ હાઉસમાં પ્રેમીપંખીડાનો ઝેરી દવા પી આપઘાત

જૂનાગઢમાં બસસ્ટેન્ડ પાસે આવેલા મુરલીધર ગેસ્ટહાઉસમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી મળી છે કે, ગઈકાલે રાત્રે 10 વાગ્યે બંને ગેસ્ટહાઉસના 21 નંબરનો રૂમ બુક કરાવ્યો હતો. પરંતું સવારે બંનના મૃતદેહ બેડ પર જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.

(1:52 pm IST)