Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જામનગર-જીલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા

 જામનગરઃ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને રમતગમત કચેરી જામનગર આયોજીત શહેર જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં જોમ અને જુસ્સા સાથે રાસની રમઝટ બોલાવતા આ ખેલૈયાઓ થોડી સેકંડ માટે હવામાં અધ્ધરતાલ થઈ પોતાનું કૌવત દાખવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સ્પર્ધામાં શહેર કક્ષાએ ચારણ રાસ મંડળ-જામનગર તથા જિલ્લા કક્ષાએ મેમાણાનું રજપૂત રાસ મંડળ વિજેતા થયેલ. જ્યારે શહેર કક્ષાની અર્વાચીન તથા પ્રાચીન ગરબામાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની બાળાઓની ટીમ તથા જિલ્લા કક્ષાએ પ્રાચીનમાં જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય અને અર્વાચીનમાં ઉમીયાજી મહિલા કોલેજ ધ્રોલની ટીમ વિજેતા થયેલ, નિર્ણાયક તરીકે ભાવના રાણા, વર્ષા સોલંકી તથા હિના દોશી રહ્યા હતા. સ્પર્ધાને સફળ બનાવવા રમતગમત અધિકારી નીતાબેન વાળા, ભગીરથસિંહ જાડેજા તથા કચેરીના કર્મચારીઓ પ્રયત્નશીલ રહ્યા હતા. વિજેતા ટીમો આગામી તા. ૭ ના રોજ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર-જામનગર)(૨-૧૧)

 

(1:46 pm IST)