Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જસદણ પંથકના ૯૦ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ

જસદણ, તા. ૪: ગાંધીજીના ૧૫૦મા જન્મદિવસ અને વિશ્વ અહીંસા દિવસ નિમિતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ અંતર્ગત જસદણ, વિંછિયા અને બાબરામાં કામ કરતા રિલાયન્સ ફાઉન્ડેશન અને ગ્રામ વિકાસ મંડળ દ્વ્રારા કુલ ૯૦ ગામોમાં આ સેવાકીય કામગીરી સ્વચ્છતા હી સેવા કરવામા આવી છે.  છેલ્લા ૧૦ દીવસમાં હાલ સુધી ૯૦ ગામો ૧૭૬૬૪ લોકો એ કામગીરી કરી આ પ્રોગ્રામ મા ભાગીદાર બનેલ છે. જેમા આ કાર્યક્રમમા જશદણ તાલુકા ના ૨૪ ગામો અને ૪૦૬૮ લોકો, વિંછિયા તાલુકામાં ૪૨ ગામો અને ૭૫૩૯ લોકો અને બાબરા તાલુકા ના ૨૫ ગામો અને ૬૦૫૭ લોકોએ સ્વચ્છતા હી સેવા મા સેવાકીય કામગીરી કરી સ્કુલ ના બાળકો, ગામના ભાઇઓ અને બહેનોએ સાથે મળી સ્વચ્છતા વિશે જાગૃતતા લાવ્યા સહિયારા પ્રયત્નો કરેલા અને જેમા બાળકોએ પોતાના આરોગ્યની સંભાળ રાખવી, શરીર ની સાફ્સફાઈ રાખવી, પોતાના ઘરની  સ્ફાઇ રાખવી અને પોતાના કુટુંબમાં સફાઇ વિશે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમો યોજવામા આવેલ. ગામના આગેવાનોને સાથે રાખી ગામમાં સફાઇ બાબતે જાગૃતતા રેલી કાઢવામા આવી, બાળકોને સ્વચ્છતા હી સેવા વિષે માહીતી આપવામા આવી અને ચીત્ર સ્પર્ધા યોજી બાળકોમા જાગૃતતા લાવવામા આવેલ.ગામના ગ્રામ પંચાયત ના સરપંચ અને ગામ લોકોને સાથે રાખી ગામની સાર્વજિનક જગ્યા જેવી કે ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી અને સમુહ જગ્યાની સફાઇ કરવામાં અને ગામના લોકોને સાથે રાખી પોતાનુ ઘર સાફ રાખવુ, ગામની શેરી અને ગલીને સાફ રાખવી અને ગામની સામુહિક જગ્યા સાફ રાખવાના સપથ લેવામાં આવેલ.

આ પાંચાળ વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસમાં વિવિધ કાર્યક્રમો યોજી ભારત સરકારનુ સપનુ સાકાર કરવા આ સ્વચ્છતા હી સેવા દ્વ્રારા રિલાયન્સ ફાઉન્ડેશન, ગ્રામ વિકાસ મંડળો, ગ્રામ પંચાયતો અને ગામ લોકોએ એક અનોખી પહેલ કરેલ છે.(૨૩.૨)

(12:33 pm IST)