Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

બોટાદમાં મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિતે ''એક શામ સ્વચ્છતા કે નામ'' કાર્યક્રમ સંપન્ન

બોટાદઃ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્ત્ે બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી સુજીતકુમારની ઉપસ્થિતિમાં ''એક શામ સ્વચ્છતા કે નામ'' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલાકારો દ્વારા મહાત્મા ગાંધીજીના પ્રિય ભજનોનું ગાન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે મહાત્મા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ તેમના સ્વચ્છતાના સપનાને સાકાર કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધી સત્ય – અહિંસા અને સ્વચ્છતાના આગ્રહી હતા, તેમના આ ત્રણ ગુણોને આપણે અપનાવી રાજયને સ્વચ્છ બનાવી દેશના વિકાસમાં સહભાગી બનવું જોઈએ. કાર્યક્રમના પ્રારંભમાં બોટાદ નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયાએ  સૌનું  સ્વાગત કર્યું હતુ. શાળા નં. ૨૪ ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા વિશે કૃતિ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી. એમ. પટેલ, ચીફ ઓફીસરશ્રી પાંચાભાઈ માળી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી, અગ્રણીશ્રી મનહરભાઈ માતરીયા, નગરપાલિકાના વિવિધ સમિતીના ચેરમેનશ્રીઓ, સદસ્યો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.(૨૨.૨)

(12:31 pm IST)