Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

મેંદરડાના દાત્રાણા ગામે ખેડૂત શિબિર

જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ હેઠળ ચાલતી સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત શિબિર, દાત્રાણા તા. મેંદરડા ખાતે યોજાઇ ગઇ. આ પ્રસંગે ડો. જી.આર. ગોહિલે જણાવ્યું કે, આજે ખેડૂતે ઘણી પ્રગતિ કરી છે અને કરવાની પણ છે. નવી નવી ટેકનોલોજીનો વિકાસ થાય છેે તે ખેડૂત સુધી પહોંચાડવામાં કૃષિ યુનિવર્સિટીનો ફાળો મુખ્ય છે. ગામડે-ગામડે કૃષિ લાઇબ્રેરીક ઉભી થવી જોઇએ સાથે ખેડૂતોએ પણ પોતાની પાસે કૃષિ સાહિત્ય હોવું જોઇએ જેથી તેમાંથી માહિતી મેળવી એગ્રો ઉપર આધારીત ન રહેતા પોતે પોતાનો નિર્ણય લઇ પાકમાં ઉપયોગ કરે આ પ્રસંગે કપાસ સંશોધન વૈજ્ઞાનિક શેઇ ડો. એલ.કે. ધડુકે જણાવ્યું કે કપાસ હજીએ પણ સમસ્યા છે તેના ઉકેલ અંગે તેમજ હાલની સ્થિતિીનો પડકાર મુંડા અને ગુલાબી ઇયળ અંગે પણ માર્ગદર્શન આપેલ તથા ધવલ પારખીયાએ જમીન-પાણીના નમુના કેમ લેવા તેની વિગત આપી હતી. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનનાં હરેશભાઇ ગજેરા તથા દિલીપભાઇ પણ ઉપસ્થિત રહયા હતા. તે પ્રસંગની તસ્વીર.(૧.૧)

 

(12:29 pm IST)