Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઓખામાં ગાંધી અને લાલબહાદુર જયંતી ઉજવાઇ

 ઓખા : કેન્દ્રીય વિદ્યાલયમાં ર જી ઓકટોબરના મહાન બે ફુલો ખીલ્યા હતા. જેણે હિન્દુસ્તાનને મહેકાવ્યુ હતુ. એક હતા ગાંધી બાપુ અને બીજા હતા લાલબહાદુર શાસ્ત્રી એક નો નારો હતો અમન અને શાંતિનો અને બીજાનો નારો હતો જય જવાન જય કિશાન. ઓખામાં તેમના જન્મદિન નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. બંને મહાન પુરૂષોને સ્વચ્છતા ખૂબ જ પ્રિય હતી. તેમના સ્વપ્નોને સાકાર કરવા  સ્વચ્છ ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા ઓખા કેન્દ્રીય વિદ્યાલય સ્કુલ દ્વારા બાપુને ફુલોની શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ઓખા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના બેનરો સાથે મહારેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલી ઓખા હાઇસ્કુલેથી થઇ નવી બજારથી શાળા સુધીની રહી હતી. અહી સ્કુલના આચાર્ય શ્રી જાડેજા સાહેબ તથા ચાંદનીબેન કોટેચા દ્વારા સ્વચ્છ ભારતની વિકાસ યાત્રામાં યોગદાનમાં જોડાવાના શપથ લીધા હતા અને ગાંધીબાપુને ફુલોનો હાર પહેરાવી સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણના શપથ લીધા હતા. ઉજવણીની તસ્વીરો.(૪૫.૪)

(12:27 pm IST)