Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સોમનાથમાં સ્વચ્છતા અભિયાન

 પ્રભાસપાટણ : સોમનાથમાં સરદાર વંદના પુષ્પાંજલીથી જન્મજયંતિની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ એક કદમ સ્વચ્છતા કી ઔર નાટક દ્વારા ઉપસ્થિત સર્વ લોકો તેમજ યાત્રિકોને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરવામાં આવેલ. ત્યારબાદ સોમનાથ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયેલ. જેમાં પડેલા ઘન કચરાના ઢગલાઓ સાફ કરી આસપાસના લારી ગલ્લા વાળાને સ્વચ્છતા જાળવવા ગુલાબનું ફુલ આપી સમજ આપવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.અજય પ્રકાશ અધિક કલેકટર એચ.આર.મોદી, પાલીકા ચીફ ઓફીસર જતીન વ્યાસ, સોમનાથ ટ્રસ્ટ ઇન્ચાર્જ મેનેજર ઉપેન્દ્ર કોદાળા, બી.વી.જી.ના વિકાસ કલમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકા, માનવ સેવા ટ્રસ્ટ બીવીજી તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીએ જહેમત ઉઠાવી હતી. સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો તે તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)(૪૫.૭)

(12:26 pm IST)