Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઉપલેટા ૧૬૦ બોટલ દારૂ સાથે ત્રણને પકડી પાડયાઃ વાડી માલીક સહીત બે ફરાર

ઉપલેટા, તા.૪: ધોરાજી રોડ ઉપર વાડી ધરાવતો ઉપલેટાનો આહિર રાજશી કનારા ઇગ્લીંશ દારૂ વેચતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ વસાવા તથા ડી.સ્ટાફના શકિતસિંહ સહીતના પોલીસ કાફલાએ રેડ કરી ચેક કરતા ૧૬૦ બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતા ઇબ્રાહીમ કાળુ સેતા ગામેતી રહે. ઉપલેટા કોળી કિશન રમેશ ચાવડા રહે. ઉપલેટા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા સહીત ત્રણને રૂ.૪૮,૦૦૦નો દારૂ તથા ૧૦,પ૦૦નો મોબાઇલ ત્રણ સહીત કુલ રૂ.પ૮પ૦૦/ મુદામાલ કબ્જે કરેલ હતો જયારે વાડી માલીક રાજશી કનારા તથા રમેશ ઉર્ફે રામો મેર રહે.ઢાંક વાળો કે જયાંથી આ ઇગ્લીંશ દારૂ આવેલ તેઓને પકડવા બાકી હોય પોલીસ તેમને શોધી રહી છે.

રબારીકા ગામે જાહેરમાં જુગાર

રબારીકા ગામે ગઇકાલે જમાદાર આર.બી.વસાવા. પોલીસ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન રબારીકા ગામે રામાપીરના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા હીતેષ જીવા મકવાણા, સાવન આલા ઝાપડા, વજુ ભાણાજી વેકરીયા, કપીલ પ્રવીણ મુરાણી, રસીક જેઠા સીસાંગીયા તથા રાણા ડાયા વાઘેલાને રૂ.૧૭૧૦૦/ રોકડા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.(૨૩.૪)

(12:25 pm IST)