Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

દ્વારકા જિલ્લાના બાવીસ નિર્જન ટાપુઓ પર અવર જવર પર પ્રતિબંધ

દ્વારકા તા.૪: ભારતના પશ્ચિમ છેવાડે આવેલ વિસ્તૃત કાંઠાળા વિસ્તાર ધરાવતો દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવેલ ૨૪ ટાપુઓ પૈકી રર ટાપુઓ માનવ વસાહત સિવાયના નિર્જન છે. જયાં ધાર્મિક સ્થળો આવેલ હોય પ્રસંગોપાત વિવિધ જ્ઞાતિજનો અવરજવર કરે છે. સાથોસાથ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદે અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા રહેતી હોય છે.

આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.આર. ડોડીયાએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી અહીં અવર-જવર પર પ્રતિબંધ લાદયો છે.

જિલ્લાના રર નિર્જન ટાપુઓ નરારા, ઘાની ઉર્ફે ડની, ગાંધીયોકડો, કાલુભાર, રોઝી, પાનેરો, ગડુ(ગારૂ), સોનબલી (શિયાળી), ખીમરોઘાટ, આશાબાપીર, ભૈદર, ચાંક, ધબધબો (દબદબો), દીવડી, સામીયાણી, નોરૂ, માન મરૂડી, લેફા મરૂડી, લંઘા મરૂડી, કોઠાનું જંગલ, ખારા મીઠા ચુષ્ણા અને કુડચલી ટાપુઓ ઉપર જેતે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝી.મેજી.કે તેના ઉપર મેજી. ની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. જાહેરનામંુ તાત્કાલિક અસરથી ૨૯-૧૧-૨૦૧૮ સુધી અમલમાં રહેશે.(૧.૯)

(12:21 pm IST)