Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગીર અભ્યારણ્યમાં બેફામ ખનીજ ચોરી કયારે અટકશે?

કોડીનાર તા.૪: ગીર અભ્યારણ્ય આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારને ઇકોઝોન જાહેર કરી માઇનીંગ સહિતની પ્રવૃતિ ઉપર પ્રતિબંધ લદાયો છે. પરંતુ આ પ્રતિબંધ માત્ર કાગળ ઉપર જ હોવાનું ફલીત થાય છે. ગીર અભ્યારણય આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં સેંકડો ખાણ માફીયા સક્રિય થયા છે. અને ગીરની પ્રકૃતિને પર્યાવરણની ઘોર ખોદી બેફામ લાઇમ સ્ટોન ખનન કરી રહયા છે.

ગીર કાંઠા આસપાસના ઘાટંવડ, નગડલા, હરમડાયા, પીછવા, પીછવી, આલીદર, વિઠલપુર સહિતના વિસ્તારમાં પત્થર કાપવાની ચકરડીઓ દ્વારા હજારો બેલા કાઢી કરોડોની રોયલ્ટી ચોરી થઇ રહી છે. વનતંત્રગીર આસપાસ ચાલતી ગેરકાયદેસર ચકરડીઓના લોકેશન મેળવી ખાણ ખનીજ વિભાગને આ લોકેશન મોકલી સંતોષ માને છે. જામવાળા ગીર ખાતે એ.સી.એફ. તરીકે શકીના બેગમ રહયા હતા તેણે આવી પ્રવૃતિ અટકાવવા માટે એક જ દિવસ મોટુ ઓપરેશન હાથ ધરી ગીર આસપાસ ચાલતી ૩૧ ચકરડીઓ ઝડપી લીધી હતી. આ અધિકારીએ કોઇની શેહ શરમ રાખ્યા વગર કરેલી કામગીરી બાદ તેમની બદલી થઇ ગઇ હતી તેથી ખાણ માફિયાઓ સાથે રાજકીય સાઠ-ગાંઠ નકારી શકાતી નથી તેવો લોકવિચાર વહેતો થયો છે.(૧.૧૦)

 

(12:20 pm IST)