Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

હળવદમાં મહાલક્ષ્મી આનંદ ગરબા દ્વારા અનેરી ધર્મભકિત સેવા પ્રવૃતિ

મંડળના બહેનો માઇ ભકતોના ઘેર જઇ આનંદના ગરબાનું ગાન કરે છે આનંદના ગરબામાં મળેલી રકમ વર્ષ દરમિયાન સેવા પ્રવૃતિમાં વપરાય છે

હળવદમાં મહાલક્ષ્મી આનંદ મંડળના બહેનો માઇભકતોના ઘેર જઇ આનંદના ગરબાનું ગાન કરે છે તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ હરીશ રબારી) (.)

 

હળવદ તા.: ભકિત આપણે મંદિરમાં બેસીને કરીએ તો જ થઇ શકે એવું નથી ભકિત આપણે સંસારમાં વ્યવહારું કામકાજમાં રત રહીને પણ ગમે તે ઠેકાણે કરી શકીએ. ભકિતના અનેક પ્રકાર છે તેમનો એક ગાન છે. જે માતાના મહાત્મયનું ભકિતભાવ સાથે ગાન કરીને ભકિત કરી શકીએ.

આવું જ એક મહિલા મંડળ હળવદનું મહાલક્ષ્મી આનંદ ગરબા મંડળ છે જે ભકતોના ઘેર જઇને મા બહુચરના ગુણગાનવાળા આનંદના ગરબાનું ગાન કરે છે.

આ મંડળ દ્વારા હળવદમાં બાવનમો આનંદનો ગરબો દિનેશભાઇ રબારી અને હરેશભાઇ રબારીના ઘેર યોજાયો હતો. આ મહિલા મંડળ આનંદના ગરબામાં મળેલી રકમો વર્ષમાં એકઠી થયેલી રકમ શ્રી ગાયત્રી પરિવાર સત્સંગ મંડળ સુરેન્દ્રનગર ખાતે જમાં કરાવે છે. અને આ પરિવાર મળેલી રકમોનું ગાયના ઘાસચારામાં, માનવ સેવાના કાર્યમાં વાપરે છે.

હળવળની મહિલા મંડળ મહાલક્ષ્મી આનંદ ગરબા મંડળ ભકિત સાથે સેવાયજ્ઞનું કાર્ય કરી રહી છે. કોઇપણ આશા વગર કંઇ મદદ કરી દેવાની ઉમદા સેવા ભાવના ધરાવે છે. સર્વે શ્રી દિવ્યાબેન, અલકાબેન, પન્નાબેન, હિનાબેન, જયોતિબેન, રીટાબેન, ઇન્દુબેન નિર્મળાબેન એમ વીસેક જેટલી બહેનો આ આનંદના ગરબા મંડળ સાથે સંકળાયેલી છે અને આ બહેનો ભકિતભાવ સાથે આનંદના ગરબાનું ગાન કરે છે જે ગાવો, ગવડાવો કે સાંભળવો જીવનનો એક અમુલ્ય લ્હાવો ગણાય છે.(.)

 

(12:19 pm IST)