Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

કોડીનાર તાલુકા પ્રાથમિક કક્ષાનાં ૧પ૦ બાળ વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક વિચારો વહેતા મુકયા

કોડીનાર તા. ૪ :.. જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-જૂનાગઢ તથા બી. આર. સી. ભવન કોડીનાર આયોજીત કોડીનાર કન્યા પે. સેન્ટર શાળા પરિવારનાં ઉપક્રમે પણાંદર કુમાર અને કન્યા શાળા ખાતે બે દિવસીય તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પી. એસ. ડોડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.

જુદા જુદા પ વિભાગોમાં કુલ ૭પ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થઇ જેમાં મઠ, દામલી, ઘાંટવડ કુમાર, વિઠલપુર અને કાજ પ્રાથમિક શાળાની કૃતિઓને પસંદ કરી નિર્ણાયકો દ્વારા જિલ્લા પ્રદર્શન માટે મોકલવા નિર્ણય કરવામાં આવ્યો. આ કૃતિઓને રૂપિયા બબ્બે હજાર મળી કુલ કુલ રૂ. ૧૦,૦૦૦ નું રોકડ પુરસ્કાર કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ નટુભાઇ વાળા તરફથી આપવામાં આવેલ.

આ કાર્યક્રમનું ઉદઘાટન છેલ્લા ૩ વર્ષોથી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાજય અને નેશનલ કક્ષાએ પહોંચેલ ઘાંટવડ કુમાર શાળાના બે બાળ વૈજ્ઞાનિકો જનક ચૌહાણ તથા ઉત્કર્ષ પરમારના હસ્તે કરવામાં આવેલ આ બન્ને વિદ્યાર્થીઓને પી. એસ. ડોડીયા તેમજ કોડીનાર તાલુકા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ દિલીપભાઇ મોરી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી મંજૂલાબેન વતી હાજર તેમના પ્રતિનિધિ ધીરૂભાઇ સોલંકીએ રૂ. ર-ર હજારનું રોકડ પુરસ્કાર આપેલ. આજ શાળાના આચાર્ય મહેશભાઇ વાઢેળ તરફથી પહેલી વાર વિના મુલ્યે પ્રદર્શન નિહાળવા આવનાર બાળકો માટે ત્રણ-ડી ફિલ્મ શોનું પણ આયોજન કરવામાં આવેલ ઉપરાંત ગીરગઢડાથી ખાસ ઉપસ્થિત રહી રાજેન્દ્રભાઇ જોષીએ લિકિવડ નાઇટ્રોજન શો બતાવેલ. આયોજકો વતી કોડીનાર કન્યા પે. સેન્ટરના સી. આર. સી. કો. ઓ. પ્રદીપસિંહ ઝાલાએ તેમનું સન્માન કરેલ.

આ પ્રસંગે બી. આર. સી. ભવન તથા કોડીનાર તાલુકા પ્રા. શિક્ષક સંઘ વતી  શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ આ સન્માન જમીન વિકાસ બેન્કના ચેરમેન કે. વી. બારડ, સુચિત જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ હમીરભાઇ ખસીયા, હોદેદાર હરીભાઇ વાળા, કોડીનાર તાલુકા પ્રા. શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ અમરસિંહ વાળા, નારણભાઇ ઝાલા વગેરેના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ સન્માનમાં આ વર્ષે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર કોડીનાર તાલુકાના બી. આર. સી. જયાબેન ગોહીલ, સાંદિપની એવોર્ડ વિજેતા ઘાંટવડ કુમાર શાળાના શિક્ષક નિતીનકુમાર મોરી, શિક્ષણની સાથે સામાજિક કાર્યોમાં પણ હરહંમેશ આગળ રહેનાર કોડીનાર કન્યા શાળાના શિક્ષક કનૈયાલાલ એલ. દેવાણી, કોડીનાર બી. આર. સી. ભવનમાં  IED  વિભાગમાં   શ્રેષ્ઠ કામગીરી કરી હાલ જિલ્લા એસએસએ માં સેવા આપી રહેલા બાબુભાઇ રાઠોડ, પણાંદર કુમાર શાળાના વિદ્યાર્થી કે જેમણે વર્ગ-ર ની પરીક્ષા પાસ કરેલ છે. તેવા જીપીએસસી ભાર્ગવભાઇ ઝણકાટનો સમાવેશ થાય છે.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન  કે. નિ. અભેસિંહ ડોડીયાએ કરેલ બાળ વૈજ્ઞાનિકોને ઘણા બધા દાતાઓ તરફથી રોકડ તેમજ શૈક્ષણીક વસ્તુઓ દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કાળુભાઇ ડોડીયા, કોડીનાર તાલુકા પ્રા. ઉત્કર્ષ મંડળના પ્રમુખ રમેશભાઇ વાઢેળ, પણાંદર ગ્રામ પંચાયત સરપંચ વતી માનસીંગ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપભાઇ ઝણકાટ, તમામ આચાર્યશ્રીઓ, માર્ગદર્શક શિક્ષકશ્રીઓ, સી. આર. સી. કો. ઓ. શ્રીઓની પ્રેરક ઉપસ્થિતી રહી.

કાર્યક્રમને સફળ બનાવવા કોડીનાર કન્યા પે. સેન્ટરના આચાર્યશ્રી રામસિંહભાઇ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પણાંદર કુમાર શાળાના આચાર્ય ભરતભાઇ વાળા, કન્યા શાળાના આચાર્ય ભાવેશભાઇ જાદવ, બરડા શાળાના આચાર્ય માનસીંગ સોલંકી સહિત તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. (પ-૧૩)

(12:17 pm IST)