Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જસદણનાં ક્રિએટીવ માધવ બારૈયાએ પ૦૦થી વધુ ચિત્રો બનાવ્યા

જસદણ, તા. ૪: ચિત્રકાર માધવ બારૈયાએ જસદણ તેમજ રાજકોટ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં પોતાના પેઈન્ટીંગ દ્વારા ખ્યાતી મેળવી છે. પોતાની ૧૦ વર્ષની ઉંમરમાં જ એક સારા આર્ટીસ્ટ બન્યા હતા. તેમણે ૧૯૭૭માં મુંબઈ તેમજ અમદાવાદમાં ચિત્રકામનો કસબ અજમાવીને રાજકોટ અને જસદણમાં સ્થાયી થયા હતા. જન્મ જાતથી જ ચિત્રો દોરવાની કળા હાંસલ થઇ હતી. આજે ફાઈનઆર્ટનાં તેમજ એ.ટી.ડી.નાં વિદ્યાર્થીઓ તેમનો આદર કરે છે અને તેમની પાસેથી પેઇન્ટિંગનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. હાલ તેઓની પાસે ૧૦૦ જેટલા પેઈન્ટીંગ્સ ક્રિએશન સર્જન પામેલા છે. મ્યુરલ અને પોટ્રેટ(વ્યકિતચિત્ર) સહિતના અઢળક ચિત્રો બનાવી ચૂકવ્યા છે. બે વર્ષ પહેલા જુનાગઢનાં પ્રેરણાધામમાં ૪૦*૪૨ નું મ્યુરલ ચિત્ર એર કમ્પ્રેસરથી બનાવ્યું હતું. મ્યુરલ ચિત્ર ફકત દસ દિવસમાં બનાવી લોકોને માંત્રમુગ્ધ કરી દીધા હતા. આ મ્યુરલ ચિત્ર પરમ પૂજય લાલગેબી સાહેબનું બનાવ્યું હતું. કોઈ પણ વ્યકિતનો ફોટોગ્રાફ ન હોય તેના કુટુંબનાં સભ્યોના વર્ણન ઉપરથી અનેક પોટ્રેટ(વ્યકિતચિત્ર) બનાવી ચુકયા છે. આવનારા સમયમાં રાજકોટ, ભાવનગર, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોમાં પોતાના ચિત્રોનું પ્રદર્શન યોજવાની તૈયારી કરી રહ્યા છે.  પહેલા ધોરણથી જ ચિત્રો બનાવવાનો શોખ જાગ્યો હતો આ અંગે જસદણનાં ખ્યાતનામ ચિત્રકાર માધવ બારૈયાએ જણાવ્યું હતું કે, મને પહેલા ધોરણથી જ ચિત્રો બનાવવાનો શોખ જાગ્યો હતો. મેં પહેલા ધોરણમાં એક પેઈન્ટીંગ બનાવ્યું હતું અને ત્યારથી મેં ચિત્રકામની શરૂઆત કરી હતી. આજદિન સુધીમાં ૫૦૦ જેટલા જીવનચરિત્ર સહિતના પેઈન્ટીંગ બનાવ્યા છે. ૧૯૭૭માં વડોદરા(સોખડા), ૧૯૮૮માં ગોંડલ મોંદ્યીબા હાઇસ્કૂલ અને ૧૯૯૯માં રાજકોટ શિલ્પ આર્ટગેલેરી વગેરે જગ્યાએ ચિત્ર પ્રદર્શન થયેલ હતા. મેં ૧૦માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હું મુંબઈ, અમદાવાદ સહિતના સેન્ટરોમાં પ્રદર્શન કરી ચુકયો છું. આવનારા સમયમાં હજુ પણ અવનવા પેઈન્ટીંગ બનાવીને ચિત્ર પ્રદર્શન કરવાની અંતમાં આશા વ્યકત કરી હતી.(૨૩.૬)

(12:14 pm IST)