Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

નિષ્ફળ પાકોનો સર્વે કરવાની પધ્ધતી સામે ખેડૂતોનો વિરોધ

ઉપલેટા તા ૪ : ગુજરાત કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજરાના નેતૃત્વમાં ખેડૂતોએ કૃષીમંત્રીને સંબોધીને આવેદન પત્ર ઉપલેટા મામલતદારને આપેલ છે તેમાં જણાવેલ છે કે ઉપલેટા ધોરાજી પંથકનો ખેતીનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે રિલાયન્સ વીમા કંપનીએ ખેડુતોને પાક વિમો આપવો જોઇએ ખેડુતો પાસેથી પ્રિમીયમ વસુલીને માત્ર તગડો નફો કરવાની વૃતિ ચલાવી લેવામાં આવશે નહીં નિષ્ફળ ખેતી સર્વે કરવાની રિલાયન્સ કંપનીએ જે પધ્ધતી અપનાવી છે તે જોતા ખેડુતોને વિમો ન આપવાની વૃતી દેખાય છે. આવેદનપત્રમાં કિશાનસભાએ ખેતીવાડી વીમાની કામગીરી માંથી ખાનગી કંપનીઓને હટાવવાની માગણી કરી છે. સરકાર તાત્કાલીક દરમ્યાનગીરી કરીને ખેડુતોના હિતમાં પાકવિમાની માર્ગદર્શીકા બનાવી જોઇએનિષ્ફળ ગયેલા પાકનો વિનો ચુકવવાની માગણી કરી છે.ુઆ કાર્યક્રમમાં ડાયાભાઇ ગજેરેા,કરણાભાઇ બારૈયા, કાનગડભાઇ, ખીમાભાઇ આલ, રમણીકભાઇ ઝાલાવાડીયા, કરશનભાઇ બોરખતરીયા, ભીખાભાઇ બાબરીયા સહીતના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. (૩.૬)

(12:13 pm IST)