Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

૧૦ લાખ આપ કા કામ મુકી દેઃ વિંછીયા નજીક રોડ કોન્ટ્રાકટર પાસે ખંડણી માંગી પાવડાથી હુમલો

આંકડીયાના નરેશ કાઠી તથા રણજીત વાળા સહિત ૭ શખ્સો સામે કોન્ટ્રાકટર હંસરાજભાઇ કોળીની ફરીયાદ

રાજકોટ, તા., ૪: વિંછીયા નજીક રોડ કોન્ટ્રાકટર પાસે ૧૦ લાખની ખંડણી માંગી ૭ શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના બંધાળી ગામે રહેતા અને રોડ કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા હંસરાજભાઇ વશરામભાઇ કોળી  વિંછીયા નજીક મોઢુકા અને બંધાળી ગામ વચ્ચે ઉભા હતા ત્યારે બે સ્વીફટ કારમાં આવેલા નરેશ ચાવડા, વાસકુરભાઇના ભત્રીજો , રણજીત વાળા (રહે. ત્રણેય આંકડીયા ગામ), હોળાયા ગામના કાઠી દરબાર શખ્સ તથા અન્ય ૩ અજાણ્યા માણસોએ ધસી આવી કહેલ કે, ૧૦ લાખ આપ કા કામ મુકી દે, જેથી ફરીયાદી હંસરાજભાઇ કોળીએ મારે કાંઇ રૂપીયા દેવા નથી અને આ કામ મેં રાખેલ હોય, મારે જ કરવાનું છે તેવું કહેતા ઉશ્કેરાયેલ ઉકત શખ્સોએ પાવડાના હાથાથી હુમલો કરી માર માર્યો હતો.

આ અંગે કોન્ટ્રાકટર હંસરાજભાઇ કોળીએ ઉકત સાતેય શખ્સો સામે ફરીયાદ કરતા વિંછીયાના પીએસઆઇ ડી.એલ.ખાચરે તપાસ હાથ ધરી છે.

 

(12:10 pm IST)