Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જુનાગઢના ફાયરીંગના બનાવમાં વધુ એક ફરીયાદ પૂર્વનગર સેવક સહિત ર૪ શખ્સો સામે કાર્યવાહી

ગોળીબારમાં ઇજાગ્રસ્ત યુવાનના મોતની અફવાની ચકચાર

જુનાગઢ, તા. ૪ :  જુનાગઢના ફાયરીંગના બનાવમાં વધુ એક પોલીસ ફરીયાદ થતાં પૂર્વ નગર સેવક સહિત ર૪ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જુનાગઢના વડાલ પાસે તાજેતરમાં થયેલા ઇનોવા કારના અકસ્માતમાં બે સૈયદબાપુની મોત નીપજયા હતા. જેનાં મનદુઃખમાં તાબેની રાત્રીના જુનાગઢના બ્લોચવાડા ઝાલોરાયા વિસ્તારમાં મુસ્લિમોનાં બે જુથ સામસામા આવી ગયા હતા.

જેમાં બંને પક્ષે ફાયરીંગ કરતા સમગ્ર વિસ્તાર બાનમાં મુકાય ગયો હતો. બનાવની રાત્રે એસ.પી. સૌરભસિંઘે જાતે દોડી જઇને કાર્યવાહી તપાસ આરોપી ગોળીબારના બનાવની રાત્રે જ સોહિલ બોદુભાઇ ડેબાએ પાંચ શખ્સો સામે પિસ્તોલ અને તમંચામાંથી ફાયરીંગ કરીને પાંચ વ્યકિતને ઇજા પહોંચાડી હોવાની પોલીસ ફરીયાદ કરી હતી.

બનાવ બાદ ગઇકાલે ક્રાઇમ બ્રાંચના પી.આઇ.આર. કે. ગોહિલ એ ડીવીઝનના એમ. એ. વાળા વગેરેએ એફએસએલની સાથે તપાસ હાથ ધરી હતી.

તપાસમાં દુકાનોના બોર્ડ અને શટરમાં ફાયરીંગના ૯૦ કાણા જોવા મળ્યા હતા.

દરમિયાનમાં આ ઘટનામાં આસિફ નામનાં યુવાનનું મોત થયાની ગઇકાલથી શરૂ થયેલી અફવા આજે પણ જારી રહી હતી. આ યુવક રાજકોટ ખાતે સારવાર હેઠળ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

ફાયરીંગની ઘટનામાં સોહિલ ઠેબાની ફરીયાદ બાદ ગત રાત્રીના ૧૧-ર૦ કલાકે ભોયવાડામાં રહેતા સોહિલ જમાલભાઇ શેખે ર૪ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.

જેમાં પૂર્વનગર સેવક ઇબ્રાહીમ ગેમ્બબર, અબાસ કુરેશી, ઇબ્રાહીમભાઇનો પુત્ર, જાફરનો પુત્ર શાહબાજ, જાફર પોતે વગેરે ર૪ શખ્સોએ અગાઉના મનદુઃખથી બંદુકમાંથી સોહિલ શેખને પગમાં ગોળી મારી હોવાની અને અન્યને ઇજા પહોંચાડી હોવાની રાવ કરવામાં આવી છે.

એ ડીવીઝન પોલીસે આ ફરીયાદને આધારે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એ-ડીવીઝનના પી.આઇ. શ્રી વાળા ચલાવી રહ્યા છે. (૯.૩)

(11:35 am IST)