Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

પાલીતાણામાં પ્રેમિકાની હત્યા પછી પ્રેમીનો આપઘાત

સગાઇ થઇ ગયા પછી અન્ય યુવાન સાથે ફોન ઉપર વાત કરતા મુસ્કાનને સગા ભાઇ અબ્બાસે મારી નાખીઃ છરીના ૧પ ઘા બ્હેનને ઝીંકી દીધા : મુસ્કાનની હત્યા થયાની ખબર પડતા પ્રેમી જગદીશ મકવાણાએ ગળાફાંસો ખાઇ લીધો : ચકચાર

પાલીતાણામાં પોતાની સગાઇ થઇ ગયેલ બહેન અન્ય પ્રેમી યુવક સાથે ફોન પર વાત કરતી હોઇ ઝઘડો થતાં ભાઇએ સગી બહેનને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી જેની જાણ થતાં જ પ્રેમી યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, પાલીતાણામાં પ૦ વારીયામાં રહેતા હનીફભાઇ કુરેશીની પુત્રી મુસ્કાન ઉ.વ.૧૭ની સગાઇ ભાવનગરમાં થઇ હતી. આમ છતાં તે અન્ય યુવાન સાથે મોબાઇલ ફોન ઉપર વાતો કરતી હોય આ બાબતે મુસ્કાનને તેના સગાભાઇ અબ્બાસ સાથે ઝઘડો થતાં અબ્બાસે ઉશ્કેરાઇ બેન ઉપર છરીના ઉપરાછાપરી ૧પ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં જ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ માંજરીયા અને સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. દરમિયાન પ્રેમીકાની તેના ભાઇએ હત્યા કરી હોવાનું જાણવા મળતા પાલીતાણામાં જ રહેતા જગદીશ બુધાભાઇ મકવાણા ઉ.વ. રર એ તેના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ બનાવે પાલીતાણામાં ચકચાર સાથે ખળભળાટ મચાવેલ છે.(૮.૬)

(11:32 am IST)