Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગોંડલના પોલીસ સ્ટેશનમાં મહારાજા સર ભગવતસિંહજીનો ફોટો ઉતારી લેતા વિવાદઃ જો કે ફોટો ફરી વાર મુકી દેવાતા મામલો થાળેઃગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ રામાનુજ

ગોંડલઃ ગોંડલના શહેર પોલીસ સ્ટેશન ખાતે પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો ફોટો ઉતારી લેવાના નવા નિમાયેલા એસપી બલરામ મીણાએ આદેશ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયા બાદ આ ફોટો પરત જે તે જગ્યાએ મુકી દેવામાં આવ્યો છે.

આ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી રામાનુજે જણાવ્યું હતું કે ભગવતસિંહજીના ફોટા અંગે ગેરસમજ ઉભી થઇ હતી. જો કે ફોટો જે તે જગ્યાએ જ પરત મુકી દેવામાં આવતા વિવાદ થાળે પડી ગયો છે.

ગોંડલ પોલીસ સ્ટેશન કે આસપાસ કોઇ આ અંગે રજુઆત કરવા પણ આવ્યું નથી થોડીવાર માટે આ મુદ્દે ચર્ચા ચાલી હતી. પરંતુ હવે વિવાદ પુર્ણ થઇ ગયો છે.

આ ઘટનાની જાણ થતા ગોંડલના લોકો સીટી પોલીસ સ્ટેશને એકત્ર થઇ ગયા હોવાની પણ ચર્ચાએ જોર પકડયું હતું.

આ અંગે એસપી બલરામ મીણાનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેઓ મળી શકયા ન હતા.

(4:50 pm IST)