Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વઢવાણ નગરપાલીકા સામે સફાઇ કામદારો દ્વારા આંદોલનના મંડાણ

આંદોલન દરમિયાન તકેદારીના ભાગરૂપે પોલીસે ઉપવાસીઓના જામીન લીધા

(ફઝલ ચૌહાણ) વઢવાણઃ વઢવાણ નગર પાલીકામાં વર્ષોથી રોજમદાર સફાઇ કામદારો ફરજ બજાવે છે તેમના વિવિધ પ્રશ્નો ન ઉકેલાતા મહિલા સફાઇ કામદારોએ નગર પાલીકા કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે.

આ ઉપવાસ આંદોલન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉપવાસી સફાઇ કામદાર ગીતાબેન ગોરધનભાઇ બાળાધરા સહીત ૧૭ કામદારોના સલામત ખાતર સી.આર.પી.સી. કલમ ૧૦૭-૧૧૬ (૩) મુજબના જામીન લીધા છે.

સફાઇ કામદારોએ પોતાના અણઉકેલ પ્રશ્નો જેવા કે પાર્ટ ટાઇમ કર્મચારીને કાયમી કરવા સહીતના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરેલ પણ ઉકેલ નહી આવતા છેવટે ઉપવાસ આંદોલનનો સહારો લેવો પડેલ છે.

(11:43 am IST)