Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બાબરાનાં લોનકોટડા ગામની સીમમાં જુગાર રમતા ૪ શખ્સોને રોકડ તથા મોટર સાયકલો સહિત કુલ કિં.રૂ.૧,૮૫,૪૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી,તા. ૪: અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબએ જિલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ ઙ્ગકાલ તા.૦૨/૦૯/૨૦૨૦ નાં બાબરા તાલુકાનાં લોન કોટડા - વાસાવડ રોડ પર આવેલ લોનકોટડા ગામની ગામ તળ સીમનાં નામે ઓળખાતી સીમમા કાંતિભાઇ વલ્લભભાઇ પટેલની વાડી પાસે કેટલાક ઇસમો વાહનો સાથે ભેગા થઇ જાહેરમા તીન પતીનો પૈસા પાનાનો હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૪ ઇસમો રોકડ રકમ તથા મોટર સાયકલો તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ અને ૩ ઇસમો નાસી ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને નાસી ગયેલ ઇસમોને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ- શૈલેષભાઇ મોહનભાઇ સાયજા રહે.લોનકોટડા,  નાનજીભાઇ વાલજીભાઇ પડસાલા રહે.લોનકોટડા , રવજીભાઇ બાવકુભાઇ કલકાણી  રહે.ગરણી , ભૂપતભાઇ ખોડાભાઇ ધડુક  રહે.થોરખાણ

રેઇડ દરમ્યાન નાસી ગયેલ ઇસમોઃ વિજયભાઇ ધીરૂભાઇ ધડુક રહે.સાણથલી, બીપીનભાઇ રામજીભાઇ સાયજા રહે.લોનકોટડા, ગોપાલભાઇ જીતુભાઇ ભરાડ રહે.રાણપર.

પકડાયેલ મુદામાલ  રોકડા રૂ.૩૫,૪૦૦/- તથા મોટર સાયકલ – ૫ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિંરૂ.૦૦/૦૦ નાં મળી કુલ કિં.રૂ.૧,૮૫,૪૦૦/- નો મુદામાલ પકડાયેલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(11:43 am IST)