Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ત્રણ સંતાનોની હત્યા કરનારે મેલીવિદ્યા થયાનું કરેલું રટણ

ઘરકંકાસ કંટાળી ત્રણ સંતાનોને રહેંસી નાંખ્યાઃ પોલીસ કોન્સ્ટેબલે પત્નિને સબક શિખવાડવા માટે ક્રોધમાં આવીને પોતાના જ પુત્રોને રહેંસી નાંખ્યા : ઉંડી ચકાસણી

અમદાવાદ, તા.૪:    ભાવનગરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં ત્રણ-ત્રણ સંતાનોની હત્યા કરનાર પોલીસકર્મી સુખદેવ શિયાળે રિમાન્ડ દરમ્યાન પોતાના પર મેલી વિદ્યા થઈ હોવાનું રટણ કરી રહ્યો છે. પોલીસ પૂછપરછમાં સુખદેવે એવો બચાવ કર્યો હતો કે, મારા પર મેલી વિદ્યા થઈ છે. સુખદેવ શિયાળ પોલીસની પૂછપરછ દરમ્યાન પુત્રોને યાદની કરીને તે અવામ્નવાર રડતો રહ્યો હતો. જેથી પોલીસ દ્વારા સુખદેવના નિવેદનનાં આધારે મેલી વિદ્યાની દિશામાં તપાસ આરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં તાજેતરમાં પોતાના સગા ત્રણ બાળકોની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ શિયાળ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. પત્ની સાથેનાં કંકાસથી કંટાળેલા કોન્સ્ટેબલે પત્નીને સબક શીખવાડવા માટે ક્રોધમાં આવીને પોતાના જ પુત્રોને રહેંસી નાંખ્યા હતા અને પોતે જ સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલમાં કરી હતી અને કહ્યું હતું કે, સાહેબ મેં મારા છોકરાઓને મારી નાખ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતક બાળકોમાંના ખુશાલ શિયાળનો તો શુક્રવારે જ જન્મદિન હતો. શુક્રવારે પરિવાર સાથે સુખરામ જન્મદિન ઉજવ્યો હતો. ઘરમાં રંગબેરંગી ફૂગ્ગા બાંધી કેક કાપી જન્મદિન ઉજવ્યો હતો. રવિવારે સુખરામ શિયાળ પત્ની અને બાળકો સાથે વરસાદમાં બહાર નહાવા માટે ગયો હતો. બહારથી ઘરે આવ્યા બાદ પત્ની સાથે નજીવી બાબતે ઝઘડો થતાં સુખરામે પુત્રોને એક પછી એક રહેંસી નાખ્યાં હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ખુદ પોલીસ કર્મી દ્વારા જ આવા હિચકારા હત્યાકાંડને અંજામ અપાતાં પોલીસ બેડામાં પણ ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:59 pm IST)