Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વિસાવદર પાસે ઇકો હડફેટે બાઇક ચાલક પ્રૌઢનું મોત

રોઝડુ આડે ઉતરતા ખંભાળીયાના યુવાનનું મોત

જુનાગઢ, તા. ૪ : વિસાવદર  પાસેઇકો હડફેટે બાઇક ચાલક પ્રૌઢનું અને રોઝડુ આડે ઉતરતા ખંભાળીયાના યુવકનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

વિસાવદર તાલુકાના બરડીયા ગામના પટેલ રમેશભાઇ રવજીભાઇ પેથાણી નામના પ્રૌઢ તા. ૭ જુલાઇએ મોટર સાયકલ ઉપર સવાર થઇને રહ્યા હતા.

ત્યારે જી.જે.૦૧-કેજે-૬રપ૪ નંબરની ઇકો કારના ચાલકે રમેશભાઇના જીજે-૦પ-જીકે-૬૭૧૩ નંબરના બાઇકને હડફેટેમાં લીધું હતું.

આ અકસ્માતમાં રમેશભાઇનું ગંભીર ઇજા થવાથી ગઇકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

આ અકસ્માતમાં મૃતક સાથેની એક વ્યકિતને પણ ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની વધુ તપાસ વિસાવદરના પી.એસ.આઇ. એસ.કે. માલમ ચલાવી રહ્યા છે.આવા એક અકસ્માતમાં ભેસાણ તાલુકાના ખંભાળીયાના પ્રવિણભાઇ રાઘવભાઇ ભુવા (ઉ.વ.૪પ) નામના યુવાનના મોટર સાયકલ આડે રોઝડુ ઉતરતા તેઓ સ્લીપ થઇ ગયા હતા. જેમાં પ્રવિણભાઇનું માથામાં ગંભીર ઇજા થવાની મૃત્યુ નિપજયું હતું.

(5:00 pm IST)