Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પોરબંદરમાં '' કોટડા'' લખેલી ગાડી લઇને ઘર પાસે આવતો નહીં તેમ કહીને લાકડી-બેટ વડે હુમલો

એભો તથા ૩ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોરબંદર તા ૪ :  ગાયત્રી પાર્કમાં રહેતા વીદુર છગનભાઇ કડછા તથા તેના ભાઇ તન્મયને આરોપી એભો તથા ૩ અજાણ્યા શખ્સોએ લાકડી અને બેટ વડે માર મારીને હવે કયારેય ''કોટડા'' લખેલી ગાડી લઇને ઘર પાસેઆવતો નહીં તેમ કહીને મારી નાખવાની ધમકી આપી ગયાની પોલીસ ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

(4:59 pm IST)