Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ગુજરાત મેમરી ચેમ્પિયનશીપ

અહીની હોટલ ક્રિષ્ના પાર્ક રિસોર્ટ ગોંડલ રોડ ખાતે ગુજરાત ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઇ હતી. જેમા કુલ ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધા ઈન્ડિયન મેમરી સ્પોર્ટસ કાઉન્સિલ ના ચેરમેન ડો. ક્રાન્તિરાજ ઈ.એન.ટી. સર્જનની હાજરીમાં લેવામાં આવી હતી. નેશનલ ટ્રેનર મેહુલ શિહોરા, અમૃત જાધવ, વિજય હિરાણી, ઉમેશ સાગર, ડો. અલ્કાબેન માંકડે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.  આ સ્પર્ધામાં પરિણામની જાહેરાત કરાતા પ્રથમ શિવાંગ જોષી, દ્રિતિય વસોયા સ્નેહા, તૃતિય પ્રજાપતિ વિરેન્દ્ર વિજેતા જાહેર થયા હતા. ઉપરાંત કિડસને ૩૦ મેડલ અને જુનિયર ૩૦ મેડલના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચેમ્પીયનશીપને સફળ બનાવવા તપોવન સ્કૂલ, અંકુર સ્કૂલ, અને સન ફલાવર સ્કૂલ તરફથી સાથ-સહકાર મળેલો હતો.

(4:59 pm IST)