Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જામનગરમાં કોંગો હેમોરેજીક તાવના રોગ વિષે લોકોને સચેત રહેવા કલેકટરે પરિસંવાદ યોજ્યો

લોકોને ગભરાવું નહિ, સાવચેતી રાખવાથી બચી શકાય છે : આરોગ્ય અધિકારી

જામનગર તા.૦૩ સપ્ટેમ્બર, હાલમાં ગુજરાતમાં ક્રીમિઅન કોંગો હેમોરેજીક તાવના સતત વધતા કેસો અને લોકોમાં તેના કારણે ફેલાતા ગભરાટને ફેલાતુ અટકાવવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ સ્તરે કામગીરી ચાલી રહી છે. ત્યારે આજરોજ જામનગર ખાતે ક્રીમિઅન કોંગો હેમોરેજીક તાવના અન્ય એક કેસ ધ્યાને આવતા લોકોમાં આ તાવ વિશેની સંપૂર્ણ જાણકારી આવે અને લોકો સાવચેતીના પગલા લઇ આ રોગથી બચી શકે તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી રવિશંકર દ્વારા પત્રકારો સાથે પરિસંવાદ યોજાયો હતો.

 આ પરિસંવાદમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બથવારે ક્રીમિઅન કોંગો હેમોરેજીક તાવના ફેલાવા વિશે જાણકારી આપતા કહ્યું હતુ કે, આ રોગ પ્રાણીજન્ય છે ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓથી લઇ શહેરી વિસ્તારોમાં દ્યરમાં પાળતા બિલાડી, કુતરા જેવા પ્રાણીઓ પર પણ આ રોગને ફેલાવતી ઈતરડી ઉત્ત્।પન થાય છે. આ ઈતરડી હાથ કે શરીરના કોઈપણ ભાગના સંપર્કમાં આવીને વ્યકિતને ચેપ લગાડી શકે છે. ચેપ લાગ્યાના થોડા દિવસો બાદ વ્યકિતને રોગના ચિહ્રનો જોવા મળતા હોય છે જે અનુસાર ભારે તાવ સાથે ચક્કર, પેટમાં દુખાવો, સાંધામાં દુખાવો, ઝાડા જેવા લક્ષણો આ રોગના પ્રમુખ લક્ષણો છે.

આ રોગને અટકાવવા માટે પશુપાલન સાથે જોડાયેલા લોકોએ પશુઓના રહેઠાણમાં જંતુનાશક દવાઓ છાંટવી અને જો તિરાડ હોય તો રહેણાંકની તિરાડનુ રિપેરીંગ ખાસ કરાવવું. આ પ્રકારની ઈતરડી ઉકરડામાં ખુબ ઝડપથી વધે છે તેથી ઉકરડાનો વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવો આ ઉપરાંત આ રોગના રોગીની સારવાર કરનાર અથવા જે તે પ્રાણીના સંસર્ગમાં આવનાર કૃષિકારો, પશુ ચિકિત્સકો, ડોકટર/નર્સ પણ લોહીના સંપર્કમાં આવે તો રોગનો ચેપ લાગી શકે છે આથી તેમને પણ સારવાર સમયે રક્ષણાત્મક કપડા અને સાધનોનો ઉપયોગ કરવો આવશ્યક છે.

ઇતરડી વિશેષ સમજ અપાઇ

આ ઈતરડીના નિકાલ માટે જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી નંદિની બાહરી દ્વારા લોકોને સાવચેતીના પગલા તરીકે સમજાવવામાં આવ્યું કે, આ ઈતરડીનો નાશ કરવા શરીરના કોઈપણ ભાગનો સ્પર્શ થવા દેવો નહીં તેમજ તેને મારવા માટે તેને કપડા અથવા પ્લકર દ્વારા પકડી કાંચની કેરોસીન ભરેલી નાની શીશીમાં નાખી દેવા અને ચારથી પાંચ દિવસ બાદ તેમાં દિવાસળીથી આગ ચાપી દેવી જેથી તેના લોહી દ્વારા પણ વાઈરસનો ફેલાવો થાય નહીં.

આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાની, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયા, મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, પશુપાલન વિભાગના, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.(૯.પ)

 

(1:15 pm IST)