Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

દ્વારકાની પરીણીતા ઉપર શંકા-કુશંકા કરી પતિનો ત્રાસ

ખંભાળીયા, તા., ૪: દ્વારકામાં આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં પિયરમાં રહેતી જલ્પાબેન મેહુલભાઇ ભોગાયતા (ઉ.વ.ર૪) ની પરીણીતાએ મહિલા પોલીસ મથકમાં તેમના પતિ મેહુલ ભોગાયતા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ છે કે તેમના લગ્ન થયાને ત્રણેક માસ સુધી તેમને સારી રીતે રાખી બાદ પતિ મેહુલ ભોગાયતા નાની નાની વાતમાં મેણા ટોણા મારી મોબાઇલ ચેક કરી શંકા-કુશંકા કર દેહજની માંગણી કરવાની સાથે માનસીક ટોર્ચર કરી તેમને પહેરેલા કપડે માવતરે મુકી જતા પોલીસે પરીણીતાની ફરીયાદના આધારે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આરંભડામાં અગાઉના ઝગડાનો ખાર રાખી યુવાન પર હુમલો

આરંભડા ઇન્દીરા નગર નેવી ગેઇટ પાસે રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો અજુભા માણેક (ઉ.વ.૩૦) નો યુવાન ગામના હનુમાન મંદિર પાસે હતો ત્યારે અગાઉના ઝગડાનો ખાર રાખી બબોભાઇ ટીટુભાઇ ફાતમાબેન ઉર્ફે ફાતુબેન બબોભાઇ, બબોભાઇની વેવાણ બેબીબેન, બબોભાઇના વેચાણનો દિકરો હનીફભાઇ તમામે સાથે મળી લાકડી વડે માર મારતા તમામ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

લ્યો બોલો... દ્વારકાના ધીણકીમાં બકરા ચોરીની ફરીયાદ

દ્વારકાના ધીણકી ગામે રહેતા રણધીરભાઇ દેવાભાઇ ગરચરએ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે કે ગત રાત્રીના જીજે ૧૦ પી પ૧૩૩ નંબરની બાઇક તેમજ એક અજાણ્યા મોટર સાયકલમાં ધના ભોજા ભગાડ, કારાભા વેરાભા તથા સાર્દુરભા રાણાભા આવી ફરીયાદીના વાઘમાંથી બે બકરા કિ. રૂ. ૧૦,૦૦૦ના ચોરી જતા દ્વારકા પોલીસે બકરા ચોરીની ફરીયાદ નોંધી છે.

ખંભાળીયાના માંઝામાં ઉછીના પૈસા બાબતે યુવાનને ધોકાવ્યો

ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે રહેતો વિરમ હરદાસ રૂડાચ (ઉ.વ.ર૪) ના યુવાને ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા રાયા કુંભા મસુરા પાસેથી છ એક મહિના પહેલા દશ હજાર રૂપીયા ઉછીના લીધેલ હોય ત્યારે બંન્ને માંઝા ગામે કોઇ જગ્યાએ સામસામે મળી રાયા કુંભાએ પૈસાની ઉઘરાણી કરતા ફરીયાદી યુવાને પૈસા ન હોવાનું કહેતા ઉશ્કેરાઇ જઇ ગાળો કાઢી ઢીકા પાટુનો માર મારતા ખંભાળીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

(1:13 pm IST)