Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કલ્યાણપુરના ભોગાતમાં દ્વારકાના ધિણકીમાં જૂગાર રમતા ૧ર ઝડપાયા

ખંભાળીયા તા. ૪ :.. કલ્યાણપુરના ભોગાત ગામે રહેણાંક મકાનમાં ચાલતા જૂગાર પર પોલીસે રેઇડ કરતા છ શખ્સોને રોકડા ૩૦,૪૭૦ તથા મોબાઇલ નંગ પાંચ મળી કુલ રૂ. ૪૬૪૭૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ભોગાત ગામે રહેતો ગોપાલ દેરાજ રૂડાચ નામનો શખ્સ જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે કલ્યાણપુર પોલીસે દરોડો પાડતાં જૂગાર રમી પૈસાની હારજીત કરતાં વિશલ પ્રવિણ દાવડ, હાજા દુદા મોઢવાડીયા, હેમગર દેવગર રામાદતી, નવીન ઉર્ફે ભયલો પરસોતમ દાવડા, લાખ મુળુ કંડોરીયા, કરશન અરશી આંબલીયા તમમને રોકડા રૂ. ૩૦,૪૭૦ તથા મોબાઇલ નંગ પ મળી કુલ રૂ. ૪૬,૪૭૦ ની મતા સાથે ઝડપી લીધા હતા. રેઇડ દરમ્યાન મકાન માલીક ગોપાલ દેરજ રૂડાચ નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજા દરોડામાં ચપર જતાં રોડ પર જામપર ગામ નજીક સાની કાંઠા પાસે રોન પોલીસનો જૂગાર રમી પૈસાની હારજીત કરતાં હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતાં રાજા ખીમા નકુમ, જીવા દેવાત રાવલીયા, વિજય છગન સોનગરા, લાધા મેઘા નકુમને રોકડા રૂ. ૩૧૩૮૦ ની મતા સાથે ઝડપી લીધા હતાં. દ્વારકાના ધિણકી ગામે બાવળની ઝાડીમાં જ જાહેરમાં જૂગાર રમતાં સાર્દુભા રાણાભા સુમણીયા, લગધી રાણા, સુમણીયા, બુધાભા વિધાભ માણેક, મિયાઝર નંદાભા માણેક, આશાભા કરશનભા સુમણીયા, સોમભા વેજાભા સુમણીયાને રોકડા રૂ. પર૭૦ સાથે દ્વારકા પોલીસે ઝડપી લીધા હતાં.

(1:13 pm IST)