Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અમરેલીના ગાવડકા નજીક સામસામા મોટર સાયકલ અથડાતા એકનુ મોત

અમરેલી, તા. ૪ :. અમરેલીના કેરાળા ગામે રહેતા ભનુભાઈ રવજીભાઈ પીલુકિયાનો પુત્ર ગાવડકા નજીક પોતાનું મોટર સાયકલ લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતા મોટર સાયકલ નં. જીજે ૧૪ આર ૧૪ ૬૨૬૭ બજાજ ડીસ્કવરના અજાણ્યા ચાલકે મોટર સાયકલ અથડાવી મોત નિપજાવ્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

તળાવમાં ડૂબી જતા વૃદ્ધાનું મોેત

અમરેલીના ગાવડકામાં રહેતી ચંપાબેન ભુરાભાઈ ઉડેચા નામની વૃદ્ધા તળાવમાં કપડા ધોવા ગયા હતા ત્યારે તળાવમાં પગ લપસી જતા પડી જતા તેનુ મોત ડૂબી જવાથી થયુ હતું.

ખાંભાના જીવાપરમાં બાઈક ચોરાયુ

ખાંભાના જીવાપરમા રહેતા કરશનભાઈ લવાભાઈ હીરપરાનું બાઈક ડીલકસ નં. જીજે ૧૪ એ એચ ૮૯૫૬ કિં. રૂ. ૪૫૦૦૦નું કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

(1:12 pm IST)