Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વઢવાણ સુડવેલ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ચક્કાજામ

વઢવાણ,તા.૪:સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સારો એવો વરસાદ વરસ્યો છે.ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે.ત્યારે જિલ્લામાં અંદાજીત બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.ત્યારે જિલ્લાના વોકલાઓ અને નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.

ત્યારે આટલો વરસાદ વરસતા જિલ્લાની વઢવાણ નગરપાલિકાની પરિમોન્સૂન કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. ત્યારે આટલો વરસાદ આવતા અને વઢવાણની શેરીઓ અને ગલીઓ માં વરસાદી પાણી જવા નો કોઈ જાત ની વ્યવસ્થા જ નથી.

જેના કારણે જિલ્લાની શેરી ગલીઓના રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ રહો છે.ત્યારે જિલ્લાના જનતા આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે પરેશાન બની છે.ત્યારે વઢવાણ ની સુળવેલ સોસાયટીમાં પોતાના ઘરો વરસાદી ગંદા પાણીનો ભરાવો થયો છે.

ત્યારે અનેક વખત રજુઆત કરવા છતાં નગરપાલિકા આ બાબતે ધ્યાન ન દેવતા વઢવાણના સુળવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને વરસાદી પાણીનો નિકાલ શેરીઓ માંથી ન થતા રોડ પર બેસી ચક્કા જામ કર્યો હતો.અને નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.

ત્યારે આ અમદાવાદ બાયપાસ એક કલાકથી વધુ ત્યાં ના રાહેવસીઓ દ્વારા બ્લોક કરવામાં આવીયો હતો.અને આગામી સમયમાં નગરપાલિકા દ્વારા આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલની માંગ કરી હતી.ત્યારે વઢવાણ નગરપાલીકા તંત્ર સફાળું જાગ્યું હતું.અને તાત્કલિક સુળવેલ સોસાયટી ની ગંદગીઓ દૂર કરી હતી.

ત્યારે હજુ પણ વઢવાણ સુરેન્દ્રનગર રોડ બિસમાર બન્યો છે.ત્યારે વઢવાણ પુલ પર મસ મસ્તા મોટા ગાબડાઓ પડીયા છે.ત્યારે અનેક વાહન ચાલકોને પસાર થવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

(1:10 pm IST)