Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સુરેન્દ્રનગરના છાપા વિતરકના પુત્રે ગળા ફાંસો ખાતા અરેરાટી

વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગર શહેરના ન્યુઝ પેપર વિતરકના પુત્રએ ગળે ફાસો ખાધો ખાઈ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બહુચર હોટલ પાસે શકિતપરા મા રહેતા કોળી બિજલભાઈ ગરધરીયા ના પુત્ર કૃણાલભાઈ (ઉં.વ. ૨૬ વર્ષ ના શકિત પરામા પોતાના ઘરે ઘરના કોઇ હાજર નહીં હોતા ઘરે પંખા ના હૂક સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરીઙ્ગઙ્ગ પોતાનું જીવન ટુંકાવયુ હતું .

ત્યારે પરીવારજનોને સમગ્ર ઘટનાની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન કરાતા જમાદાર બાબુલાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાન નો મૃતદેહ સુરેન્દ્રનગર ની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બીજલભાઈનો એક નાનો પુત્ર ઘણા સમય પહેલા ડેમમાં ડૂબીઙ્ગગયો હતો અને મૃત્યું પામ્યો હતો ત્યારે બીજા પુત્ર એ ગળેફાંસો ખાઈ લેતા બીજલ ભાઈ પર ચિંતા ના વાદળો ફરી વળ્યાં..

(1:09 pm IST)