Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

આજે સવારમાં ૮ તાલુકાઓમાં ૦II થી ૧ ઇંચ વરસાદઃ રાજયનો કુલ વરસાદ ૯૯.૭૯ ટકા

નવસારી-પલસાણામાં એક-એક ઇંચઃ ચોર્યાસી,વાગરા,પારડીમાં અડધો ઇંચ : ગુજરાતના ૧૦૦ તાલુકાઓમાં ૩II ઇંચ સુધીનો વરસાદ : ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૪૦ ફુટ નજીક : તંત્ર એલર્ટ

રાજકોટ, તા. ૪ :. ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી ફરી જમાવટ કરી રહેલા મેઘરાજાએ આજે સવારે ૬ થી ૧૦માં ૧૯ તાલુકાઓમાં હાજરી પુરાવી છે. જેમાં ૮ તાલુકાઓમાં અડધોથી એક ઈંચ વરસાદ થયો છે. બાકીના તાલુકાઓમાં અડધો ઈંચ સુધીના ઝાપટા પડયા છે.

નવસારી અને સુરતના પલસાણામાં એક - એક ઈંચ વરસાદ થયો છે. સુરતના ચોર્યાસી, ભરૂચના વાગરા અને હાસોટ, વલસાડના પારડી, જૂનાગઢના માંગરોળ, નવસારીના જલાલપોરમાં અડધો-અડધો ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત અંકલેશ્વર, વેરાવળ સોમનાથ, જોડીયા, વાપી, વલસાડ વગેરેમાં હળવા-ભારે ઝાપટા પડયા છે. આ મોસમનો રાજ્યનો સરેરાશ વરસાદ ૯૯.૭૯ ટકા થયો છે. તે ઈંચની દ્રષ્ટિએ ૩૩ ટકા જેટલો થાય છે.

(1:08 pm IST)