Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

રાક્ષસી પતિએ પત્નીને લાકડીથી ફટકારી બાંધી દઇ બ્લેડ વડે ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી

માળીયા હાટીનાના પીપળવા ગામની ઘટનાથી ચકચાર

જુનાગઢ, તા. ૪ : માળીયાના પીપળવાની એક મહિલાને રાક્ષસી પતિએ લાકડીથી ફટકારી બાદમાં બાંધી દઇ અને ઘરમાં પુરી રાખી બ્લેડ વડે ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી હોવાની પોલીસ ફરીયાદ ચકચાર વ્યાપી ગઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે, માળીયા હાટીના તાલુકાના પીપળવા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા બાલુબેન ઉર્ફે વેજીબેન દિનેશ સોલંકી (ઉ.વ.૩પ) નામની મહિલાના ચારિત્ર્ય  પર પતિ  દિનેશ બચુભાઇ સોલંકીએ શંકા કરી લાકડી વડે આડેધડ માર માર્યો હતો.

તેમજ પત્નીને બાંધી દઇ ૧પ દિવસ ઘરમાં પુરી દીધી હતી. આ દરમ્યાન પતિ દિનેશે પરિણિતાનો ગુપ્ત ભાગે તેમજ દાઢી નીચે છરી તથા બ્લેડ વડે ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ મતલબની ફરીયાદ બાલુબેન ઉર્ફે વેજીબેન ગઇકાલે બપોરે માળીયા પોલીસમાં કરતા પીએસઆઇ એન.કે. વિંઝુડાએ દિનેશ સોલંકી વિરૂદ્ધ જુદી જુદી કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ બનાવની તપાસ પી.એસ.આઇ. વિંઝુડાએ જાતે જ હાથ ધરી મહિલાના પતિ દિનેશની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:07 pm IST)