Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પોરબંદરમાં ૯૫ લાખની ખનીજ ચોરીના કેસમાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

પોરબંદર તા.૪: પોરબંદરમાં પંચાણુ લાખની ખનીજના ચોરીના કેશમાં આરોપીને નીર્દોસ ઠરાવીને છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

પોરબંદર જીલ્લા કલેકટર તરીકે જયારે પરમાર હતા ત્યારે તેઓએ જાતે સ્થળ ઉપર જઇ ખનીજ ચોરી અટકાવવા પ્રયત્ન કરેલ હતો તે મુજબ ભારવાડા-બાબડા વીસ્તારમાં સરકારી જમીનમાં બોકસાઇટની ખનીજ ચોરી થતી હોતી હોવાની માહીતીના આધારે ચેકીંગમાં ગયા હતા તે વખતના મામલતદાર તથા સર્કલ અધીકારી તથા ખાણ ખનીજના અધીકારી ચેકીગમાં ગયેલ હતા અને તે વખતે ભારવાડા વીસ્તારમાં રૂ.૯૫,૦૦,૦૦૦ની ખનીજ ચોરી પકડી પાડેલી હતી તે ખનીજ ચોરી બાબતે દેવા અરશી ઓડેદરા સામે ખાણ ખનીજ અધીકારી રાવ દ્વારા ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફરીયાદ સંબંધે ચાર્જશીટ ફાઇલ થતા પોરબંદરના એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેશ ચાલી જતા અને સરકાર તરફે કુલ અલગ અલગ પંદર કરતા વધારે સાક્ષીઓ તપાસેલા હતા અને આરોપીના એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા તમામની ઉલટ તપાસ કરેલી હતી.

પોરબંદરના એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ઝાલા દ્વારા રેકર્ડ ઉપરનો પુરાવો તથા એડવોકેટની દલીલ ધ્યાને લઇ આરોપી દેવા અરશી ઓડેદરાને રૂ.૯૫,૦૦,૦૦૦ ખનીજ ચોરીમાં નીર્દોસ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઇ બી.લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ દિપકભાઇ લાખાણી, જીતેન સોનીગ્રા તથા અનિલ સુરાણી તેમજ જયેશ બારોટ તથા નવધણ જાડેજા રોકાયેલા હતા.

(11:45 am IST)