Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

રામોદમાં મહિલા સરપંચના પુત્ર અમીત પટેલને મનસુખ રાઠોડે ધમકી આપી લુંટી લીધા

માં અમૃતમ કાર્ડનો કેમ્પ બંધ કરો તેમ કહી ઓફિસમાં બધડાટી કરી

રાજકોટ તા.૩: કોટડાસાંગાણીના રામોદ ગામમાં સતાપર ચોકડી પાસે ઓફીસમાં 'માં અમૃતમ કાર્ડનો કેમ્પ બંધ કરો' તેમ મહિલા સરપંચના પુત્ર અને અન્ય લાભાર્થીઓને શખ્સે ધમકી આપી બઘડાટી બોલાવતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામોદ ગામમાં જેતપૂર રોડ પર ગાયત્રીનગર શેરી નં.૬માં રહેતા મહિલા સરપંચના પુત્ર અમિતભાઇ જેન્તીભાઇ પડારીયા (ઉ.વ.૩૬)ગઇકાલે સતાપર ચોકડી પાસે પોતાની ઓફીસે હતા. અને પોતે ગ્રામજનોના લાભાર્થે મા અમૃતમ કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન કરેલ હોઇ ત્યારે ગામમાંજ રહેતો મનસુખ ગોવિંદભાઇ રાઠોડે આવી દેકારો બોલાવ્યો હતો. અને 'તારા મમ્મી રામોદગામના સરપંચ ભલે હોઇ, જેથી હુંઆ ચલાવવા નહી દઉ, અને પંચાયતમાં નહી કરવાનું કરીશ' તેમ કહી અમીતભાઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને શર્ટના ખીસ્સામાંથી રૂ.૫૫૦ની રોકડની લૂંટ કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે અમીતભાઇ પડારીયાએ કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે.બી.સાંખલાએ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)