Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

રાણાકંડોરણામાં હવામાં ફાયરીંગ કરનાર સરપંચની ધરપકડ બાદ જામીન ઉપર છુટકારો

ગત વર્ષ હોળી તહેવારમાં ફાયરીંગ કરતા ગુન્હો નોંધાયેલ

રાણાવાવ તા.૪: રાણાકંડોરણામાં હવામાં ફાયરીંગ કરનાર સરપંચ આલાભાઇ ઉર્ફે રાજુ ચનાભાઇ રાણાવાવની પોલીસે ધરપકડ કરીને ગુન્હો નોંધ્યા બાદ તેમનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

રાણાકંડોરણાના સરપંચ આલાભાઇ ઉર્ફે રાજુ ચનાભાઇ રાતીયા ગત વર્ષ હોળી ધુળેટી ઉજવણીમાં જાહેરમાં લાયન્સવાળા હથિયારમાંથી ફાયરીંગ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયેલ અને રાણાવાવ પીએસઆઇ કે.એચ.ગરચરે આરોપી વિરૂધ્ધ હથિયાર ધારા ભંગનો ગુન્હો દાખલ કર્યો હતો ત્યારબાદ જામીન માટે અરજી કરતા તેમને જામીન ઉપર મુકત કરવામાં આવેલ છે.

(11:45 am IST)