Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

તરણેતરમાં બે લાખ લોકો ઉમટી પડયાઃ ઋષિ પંચમીના દિવસે ભકતોએ ત્રિનેશ્વર કુંડનો લહાવો લીધોઃ એસટીએ ૮૦ બસો દોડાવી

ગ્રામ્ય રમતોત્સવની પૂર્ણાહૂતિઃ તમામ સ્ટોલ-રાઇડ હાઉસ ફુલઃ વરસાદ થંભી જતા ચિક્કાર ટ્રાફીક

રાજકોટ તા. ૪ :.. વિશ્વ વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલી રહ્યો છે, આજે સવારે પુર્ણાહૂતિ થઇ છે, ગઇકાલે આખો દિવસ અને મોડી રાત દરમિયના ર લાખથી વધુ લોકો ઉમટી પડયા હતાં.

ગઇકાલે પવિત્ર ઋષિપંચમીનો દિવસ હતો, અંદાજે એક લાખ ભકતોએ પવિત્ર ત્રિનેશ્વર કુંડમાં ગંગા મૈયાના અવતરણ બાદ ડૂબકી લગાવી હતી.

વરસાદે ખમૈયા કરતા, તમામ સ્ટોલ - રાઇડો હાઉસફુલ બની ગઇ હતી, એસ.ટી.માં ચિક્કાર ટ્રાફીક જામ્યો હતો, રાજકોટ સહિત કુલ ૭ ડેપો ઉપરથી ૮૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડી હતી.

ગઇકાલે રાજયના પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડા, રમતગમત રાજયમંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલ, પણ મુલાકાત લઇ ત્રિનેશ્વર મહાદેવનું પૂજન કર્યુ હતું.

ગઇકાલે કૂસ્તી સ્પર્ધા હતી, અને તે પૂર્ણ થતા જ ગ્રામીણ રમતોત્સવની પૂર્ણાહૂતિ થઇ હતી, પ્રથમ દિવસ બાદ બે દિવસ તરણેતરના લોકમેળામાં ભારે જમાવટ થઇ હતી.

(11:44 am IST)