Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વિરપુરની સીમમાંથી ૫૭ હજારના જીઈબીના જૂના વાયરની ચોરી

રાજકોટ, તા. ૪ :. વિરપુર ગામની સીમમાં પીજીવીસીએલના કોન્ટ્રાકટરની વાડીમાંથી તસ્કરો ૫૭૦૦૦ના જૂના વાયરનો જથ્થો ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વિરપુર ગામની સીમમાં પીજીવીસીએલના કોન્ટ્રાકટર રણજીતસિંહ ભરતસિંહ જાડેજાની વાડીમાં પડેલ પીજીવીસીએલનો એલ્યુમિનીયમનો વાયર ૯૫૦ કિલો કિં. ૫૭૦૦૦ કોઈ તસ્કરો ચોરી કરી ગયા હતા. આ અંગે રણજીતસિંહે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરતા વિરપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)