Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ભાવનગરઃ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કટીંગ સમયે ઓઇલ આવી જતા બ્લાસ્ટ :૧ મજૂરનું મોતઃ૧ દાઝયો

મજુર ફાજુભાઇ મુલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું:ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

ભાવનગર તા.૪: ભાવનગર નજીકના વિશ્વવિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે આજે સવારે જહાજ કટીંગ સમયે બતી મારતો મજૂર અને તેની સાથેનો કર્મચારી ભૂંગળા માં ઓઇલ આવીજતા થયેલ બ્લાસ્ટમાં દાઝી ગયા હતા.જેમાં બતી મારનાર મજૂરનું મોત નિપજેલ હતું.

અલંગ મરીન પોલીસના જણાવ્યા મુજબ અલંગ પ્લોટ ન.૮૧ ના વર્કિંગ પ્લોટ ના આજે સવારે ૧૦.૩૦ ના સુમારે બતીલઈને કટીંગ કામ કરતા ફાજુભાઈ ગનીભાઈ મુલા ઉવ ૫૯ એ ભૂંગળા માં બતી મારતા ત્યાં ઓઇલ આવી ગયેલ હોવાના કારણે અચાનક આગ લાગતા ફાજુભાઈ મુલા અને તેની સાથેનો મજૂર દાઝી ગયા હતા.જેમાં ફાજુભાઈ નું સ્થળપર જ મોત નિપજેલ. મૃતદેહને પી.એમ માટે તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ. તેમની સાથે એમ્બ્યુલન્સ માં ઇજાગ્રસ્ત મજૂર ને લાવવામાં આવેલ હતો.

અહીં હોસ્પિટલમાં સાથે આવેલ મજૂરો એ પ્લોટ૭૯ના વર્કિંગ પ્લોટમાં બનાવ બન્યા નું જણાવ્યું હતું. સાથે આવેલ મજૂરો અને ઇજાગ્રસ્ત ને મીડિયાકર્મીઓ હોવાનંુ જણાતા તેઓએ બનાવ અંગે મૌનધારણ કરી લીધું હતું.

(11:41 am IST)