Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સાયલામાં ૩ કલાકમાં ૩ ઇંચઃ ઝાલાવાડમાં ધોધમાર વરસાદે ર૦ ગામોના રસ્તા બંધઃ તાલાલાનો હિરણ-ર ડેમ છલોછલઃ કચ્છમાં ત્રીજા દિ'એ પણ વરસાદઃ મુંદરા બે ઇંચઃ ગીર જંગલમાં ગાજવીજ

સૌરાષ્ટ્રભરમાં હજુ પણ મેઘાવી માહોલ યથાવતઃ ઉના પંથકમાં ૧ થી ર ઇંચઃ અમરેલી-જામનગર પંથકમાં હળવા-ભારે ઝાપટાઃ કુકમા ૧ાા અને ભચાઉમાં ૧ ઇંચઃ જૂનાગઢ-૧ાા ઇંચઃ પન્ના ડેમ (જામનગર) ઉપર બે ઇંચ

રાજકોટ તા. ૪ :.. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી કયાંક-કયાંય મેઘાએ પોરો ખાધો છે. અને ધુપ-છાંવ જેવો માહોલ છે. આમ છતાં કયાંક-કયાંક હળવા-ભારે ઝાપટા વરસી ગયા છે તો બીજી તરફ કચ્છમાં ત્રીજા દિ' એ પણ મેઘાનું જોર રહેવાની સાથે અંતે ઝાલાવાડમાં મેઘો વરસી ગયો હતો અને ગીરના જંગલમાં પણ બઘડાટી બોલાવી હતી.

ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ સ્ટેટ હાઇવે બંધ

અમરેલી : સૌરાષ્ટ્રમાં મેદ્યરાજા અવીરતપણે હેત વરસાવી રહ્યાં છે.અમરેલી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લામાં સાર્વત્રિત વરસાદ નોંધાયો હતો અહીં ખાસ કરીને ખાંભાથી ટીંબી, ઉના, શાણા વાંકિયા જતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદને કારણે ખાંભાથી લોર, ટીંબી, ઉના જતો સ્ટેટ હાઇવે ૩૦ મિનિટ સુધી બંધ કરવામાં આવ્યો હતો. માણસા નજીક વરસાદી પાણી રોડ પર આવતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી.

ચોટીલાના મોલડી ગામ ઉપરથી જતા ૨૦ ગામોના રસ્તાઓ બ્લોક થયા..

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા બે દિવસ થી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈ કાલે સાંજ થી જ સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવા નો પ્રારંભ થઇ ગયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થઈ જતા સમગ્ર વાતાવરણ માંઙ્ગઠંડક પ્રસરી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લા માં આજ સવાર થી સારા વરસાદ ના કારણે ખેતી માં ખેડૂતો ને ફાયદો થયો છે. ત્યારે જગતનો તાત ધીમા વરસાદ ના કારણે ખુશ છે.

 જિલ્લા માં સાર્વત્રિક વઢવાણ લીમડી પંથક માં વરસાદ ના કારણે જિલ્લા માં આવેલ હાઇવે અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. ે જિલ્લા ની ડેમો ની સપાટી નવા પાણી ના કારણે ઉંચી આવી હતી.ત્યારે સુરેન્દ્રનગર ધોળી ધજા ની સપાટી અને નાયકા ની ઉંચી પહોંચી છે.

લાંબી વિરામ બાદ આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં મેદ્ય મહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે અને ધોળા દિવસે ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો જવાની સાથે અંધારા જેવો માહોલ છવાઈ ગયો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડવાનું શરૂ થઈ ગઈ હતી

 મોલડી પાસે. આવેલ તળાવ માં નવા નીર ની આવક આવતા પાણી મોલડી પાસે બનતા ક્રોજવે પર અને ડાઇવર્ઝન પર પહોંચીયું હતું.ત્યારે  ચોટીલાનાં મોટી મોલડી ગામનાં રસ્તા ઉપર આવેલા  નાળાંનુ કામ ચોમાસાં ની સિઝન હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ધીમી ગતિ એ કરવામાં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.

 આ નાળા નું કામ છેલ્લા બે વર્ષ થી ચાલે છે.છતાં હજુ સુધી પૂરું થયું નથી જેના કારણે અનેક ગામડાઓ વરસાદ ના પગલે સંપર્ક વિહોણા બની રહા છે.ત્યારે મોલડી.જીજુડા.પીપળીયા (ધા). ઝુંપડા.   ડોસલીદ્યુના.  લાબાકોટડી.  ચિરોડા (ઠા) .  રાજપરા. કાબરણ. ખાટડી. ફુલજર .સાલખડા.આવા અનેક ગામોને હાઇવે ને જોડતો રસ્તો છે.ચોમાસા માં અનેક ઠાગાના ગામડાંઓ ના લોકો મોલડી નાં નાળાંના ધીમા કામ થી ગઈ કાલે તળાવ માં વરસાદ ના પગલે પાણી આવતા ૨૦ ગામો ના લોકો ફસાયા હતા.

 સાયલા માં ગઈ કાલે સાંજ દરમિયાન ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ત્યારે વરસાદે અચાનક જોર પકડાતા અને વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ એક દમ તૂટી પડ્યો હતો.

 સાયલા માં ત્રણ કલાક માજ ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો.ત્યારે નાનાં અમથા સાયલા માં ગામ માં પાણી પાણી થઈ ગયું હતું.

 જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ના પગલે જિલ્લા માં આવેલ તમામ નદી નાળા ઓ અને ડેમો ઓવરફ્લો બન્યા હતા..

ગીર સોમનાથ

ગીર સોમનાથ  :  નદીના પટમાં અવર જવર નહિ કરવા ,પશુઓને પટમાં ન ચરાવવા અને સાવચેત રહેવા સૂચના

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હીરણ-૨ ડેમમાં પાણીની આવક વધવાના કારણે ડેમ ૧૦૦ ટકા ભરાયો છે

 ડેમનું લેવલ ૭૧.૨૬ મીટર છે. પાણીની ઉંડાઈ ૮.૮૪ મીટર છે. પાણીનો જથ્થો ૩૫.૦૨૫૪ એમ.સી.યુ.એમ છે. પાણીની આવક ૫૨૪.૮૪ કયુસેક છે. તથા રૂલ લેવલ ૭૧.૨૬ મીટર જાળવવા માટે ગમે ત્યારે ગેટ ખોલવામાં આવશે. જેથી ડેમના નિચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા તેમજ પશુઓને પટમાં ન ચરાવવા તથા સાવચેત રહેવા માટે જે તે ગામના લોકોને સુચના આપવામાં આવી છે.

કચ્છમાં એક પછી એક  તાલુકા મથકોએ મેેઘસવારી

ભુજ : કચ્છમાં મેદ્યરાજાની હાજરી એક પછી એક તાલુકામાં વારાફરતી થઈ રહી છે. સતત ત્રીજે દિવસે પોતાની તોફાની ઇનિંગ ચાલુ રાખતા મેદ્યરાજા મુન્દ્રા, ભચાઉ અને ભુજના કુકમા સહિત આહીર પટ્ટીમાં ધોધમાર વરસ્યા હતા. મુન્દ્રામાં ગઈકાલે ભારે ગાજવીજ સાથે ત્રણ કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે, વરસાદની આ અસર અડધા મુન્દ્રા તાલુકાના ગામોમાં હતી જયારે અડધો તાલુકો કોરોધાકોર રહ્યો હતો. એ જ રીતે ભાદરવાના ભુસાકાની અસર ભચાઉ માં જોવા મળી હતી ભચાઉ અને આસપાસના થોડા વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ભુજમાં ગઈકાલે બપોર બાદ આખો દિવસ ધાબડીયો માહોલ હોવા છતાંયે વરસાદ પડ્યો નહોતો પણ નજીકના કુકમા ગામે અને તેને જોડતા આહીર પટ્ટીના વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ગઈકાલે નખત્રાણામાં માત્ર ગાજવીજ સાથે જાડાય ગામે પાબુદાદાના મંદિરના ગુંબજ ઉપર વીજળી ત્રાટકતા મંદિરના ગુંબજને નુકસાન થયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં કચ્છમાં અબડાસા, નખત્રાણા, માતાના મઢ (લખપત), ભુજ, રાપર, અંજાર, માંડવી અને મુન્દ્રા, તેમ જ ભચાઉ એમ દરેક તાલુકામાં મેદ્યરાજાએ પોતાની હાજરી પુરાવી છે. વરસાદને પગલે કચ્છમાં ખેડૂતો તેમ જ માલધારી વર્ગ ખુશ ખુશાલ છે.

છેલ્લા ર૪ કલાકમાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં અન્યત્ર વરસાદ નીચે મુજબ નોંધાયો છે.

ગોહીલવાડ

ઉમરાળા-

૧ મી.મી.

ભાવનગર-

૧ મી.મી.

મહુવા-

૩ મી.મી.

શિહોર-

૪ મી.મી.

સોરઠ

 

ભેંસાણ-

૧૬ મી.મી.

જુનાગઢ-

૩૯ મી.મી.

મેંદરડા-

૪ મી.મી.

વંથલી-

૪ મી.મી.

દ્વારકા જીલ્લો

 

ખંભાળીયા-

ર મી.મી.

હાલાર

 

જામનગર-

૩  મી.મી.

કાલાવાડ-

૧૦  મી.મી.

લાલપુર-

ર મી.મી.

જામજોધપુર-

૮ મી.મી.

પન્નાડેમ-

પ૦ મી.મી.

સસોઇડેમ-

૧૦ મી.મી.

આજી-ર ડેમ

૧૦ મી.મી.

ઉંડ-ર ડેમ

૧૩ મી.મી.

બાલભંડી ડેમ

૧૦ મી.મી.

ઉંડ-૪ ડેમ

૧૦ મી.મી.

(11:40 am IST)