Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સરધારના સ્વા.મંદિરના સંચાલક સામે કડક પગલા ભરવા માંગણી

રાજકોટના કિશોર મકવાણાએ કલેકટર-પોલીસ કમિશ્નરને ફરીયાદ કરીઃ ધાર્મિક સૂરાપૂરા દાદાની જગ્યામાં અનઅધિકૃત કબજો કર્યાની રાવ

રાજકોટ તા. ૪ : શહેરની વિજયનગર સોસાયટી શેરી નં.૮ ખાતે રહેતા કિશોરભાઇ પુનાભાઇ મકવાણાએ રાજકોટ કલેકટર તથા પોલીસ કમિશ્નરશ્રીને ફરિયાદ કરી. સરધાર ગામે સ્વામીનારાયણ મંદિરના સંચાલક સામે પગલા લેવા માંગણી કરી હતી.

ફરીયાદમાં જણાવેલ કે. અમારા કૌટુંબીક પરીવારના ધાર્મિક સૂરાપૂરા દાદાની જગ્યા જે સરધાર ગામે આવેલ છે અને જગ્યામાં અમો અવારનવાર અમારા ધાર્મિક રીતે પુજાપાઠ લગ્નપ્રસંગે દર્શન કરવા તથા સારા પ્રસંગોએ અમો તથા અમારા કૌટંુબિક પરીવારનાં લોકો આ જગ્યામાં જતા હોય છીએ પરંતુ કેટલાક સમયથી જે અગાઉની અરજીમાં દર્શાવેલ છે તે મુજબ સરધાર ગામમાં આવેલ સ્વામીનારાયણ મંદિરનાં સંચાલક દ્વારા અનઅધિકૃત બાંધકામ કરવા આવેલ છે અને અમારા સૂરાપૂરા દાદાની જગ્યામાં અનઅધિકૃત કબજો કરી તેમા મળમુત્ર ઠાલવે છે.જેનો અમોએ વિરોધ કરેલો પરંતુ અમારી જગ્યા છોડવા તૈયાર નથી હુ તેને મળવા ગયેલા કે સ્વામી આ અમારા સૂરાપૂરા દાદાની જગ્યામાં મળમુત્રના પાઇપ છે તો તમે તેને હટાવી દો મને તેમણે કહ્યું કે ઇ પાઇપ નહી  હટે થાય ઇ કરીલો.હુ, એક અનુજાતીનો હોવાથી મારી જગ્યા પડાવવાનો પ્રયાસ કરેલો છે જે છોડાવવા અમોએ આપ સમક્ષ વારંવાર રજુઆત કરેલી છે અને પગલા લેવા વિનંતી છ.ે પરંતુ આજ દિનસુધી કોઇ પણ પગલા લીધા નથી.

આ બાબતે અગાઉ ઘણી વખત સંચાલક સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવેલી તેઓએ આ જગ્યા ખાલી કરી આપીસ તેવું કહેલ પરંતુ આજદિન સુધી જગ્યા ખાલી કરેલ નથી અને જગ્યા અમોને સોપવામાં આનાકાની કરે છે અને અવાર નવાર ધમકી અને ધમકાવે છે.  જેથી હુ ડરી ગયો છુ અને મારા પરીવારના લોકો પણ ડરી ગયા છે જેથી આપ ઉપરોકત બાબતે ગંભીરતા પૂર્વક ધ્યાને લય એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરવા વિનંતી છે.

(11:37 am IST)