Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ગાંધીધામના સિકંદર હુક્કાબાર ઉપર પોલીસ ત્રાટકીઃ ૧૦ હુક્કા સાથે ૧૭ નબીરાઓ ઝડપાયા

ગાંધીધામ-ભુજ, તા.૪: ગાંધીધામ પોલીસે સીનેપ્લેકસ કોમ્પ્લેકસના બીજા માળે ધમધમતા સિકંદર હુક્કાબાર ઉપર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. એ ડિવિઝન પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૧૦ હુક્કા સહિત ૧૭ નબીરાઓ ઝડપાતા તેમની વિરુદ્ઘ કાર્યવાહી કરાઈ હતી. હુક્કાબાર ઉપરના દરોડાએ કચ્છના શહેરી વિસ્તારોમાં ચકચાર સર્જી છે. અવારનવાર ભુજ અને ગાંધીધામમાં હુક્કાબાર તેમ જ મસાજપાર્લર ના સમાચારો ચર્ચામાં રહ્યા છે.

જોકે, પોલીસ દ્વારા મોટાભાગે એકાદ બે વખત કાર્યવાહી કરાયા બાદ ફરી પાછા આવા ગેરકાયદે ધંધાઓ યથાવત ચાલુ થઈ જાય છે. સરકાર કાયદાઓ અને સજા કડક બનાવે છે પણ મુખ્ય મુદ્દો કાર્યવાહીનો હોય છે. મોટેભાગે દારૂ, ગાંજાનું વેચાણ, જુગાર, હુકકાબાર, મસાજ પાર્લર જેવા ગેરકાયદે ધંધાઓ હવે કચ્છ જેવા સરહદી વિસ્તારોના નાના શહેરો સુધી ફેલાઈ ચુકયા છે, એ કડવું સત્ય છે.

(11:36 am IST)