Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ભાવનગરમાં બહેનોએ ઋષિ પાંચમની ઉજવણી કરી

ભાવનગરઃ ભાદરવા-સુદ-પાંચમના ઋષિપાંચમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં ખાસ તો કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટો ઋષિ પાંચના સ્નાનનું ભારે મહાત્મ્ય હોય જેથી ભાવનગર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકોમાંથી હજારોની સંખ્યામાં બહેનો કોળીયાક દરિયે સન્નાન કરી ધન્યતા અનુભવી હતી.સીહોરમાં બ્રહ્મકુંડ અને ગૌતમેશ્વર મહાદેવ મંદિર, મોટા ગોપનાથ સહિતના અનેક સ્થળોએ પવિત્ર સન્ના માટે બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.

(11:29 am IST)