Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

બગસરામાં ખેડૂત સેમીનાર ખેડૂત સન્માન સમારોહ સંપન્ન

બગસરા તા. ૪: નાબાર્ડ અમરેલી તથા લોકસેવા ટ્રસ્ટ અમદાવાદ વિશ્વ વાત્સ્લ્ય માનવ સેવા ટ્રસ્ટ પ્રેરીત તથા ભારતીય કિશાન સંઘ અમરેલી જિલ્લા (બગસરા શાખા) દ્વારા ખેડૂતોએ ચોમાસા પહેલા તળાવો ઉંડા ઉતારવા શ્રમદાન કરેલ તેઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સન્માનીત ખેડૂતોને વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાની માહિતી આપવામા આવી હતી.

આ કાર્યક્રમમા ભારતીય કિશાન સંઘના પ્રદેશપ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા, પ્રદેશમંત્રી શામતભાઇ જેબલીયા, દેવરાજભાઇ ઇસમાલીયા, લાલજીભાઇ વેકરીયા, ભરતભાઇ રાદડીયા, પ્રફુલલભાઇ સેંજલીયા, હિરેનભાઇ હિરપરા, વસંતભાઇ ભંડેરી, દેવચંદભાઇ સાવલીયા, મહેન્દ્રભાઇ, ભીમજીભાઇ નાકરાણી વગેરે હાજર રહ્યા હતાં.

(11:25 am IST)