Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કચ્છના નવા કલેકટર નાગરાજન મહાલિંગમેં સંભાળ્યો કાર્યભારઃ સરહદ, શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપશે

કચ્છના બંને ઉચ્ચ અધિકારીઓ કલેકટર અને ડીડીઓના પત્નિ આઇઆરએસ

ભુજ, તા.૪: ગુજરાતનાં સૌથી મોટા અને સરહદી જીલ્લા કચ્છમાં બોર્ડર સિકયોરિટી ઉપરાંત શિક્ષણ તથા આરોગ્યનાં મુદ્દા જીલ્લા વહીવટી તંત્રમાં ટોપ પ્રાયોરિટીમાં રહેશે તેમ કચ્છનાં નવા કલેકટરે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતુ. કચ્છનાં કલેકટર તરીકે ચાર્જ સાંભળનાર વર્ષ ૨૦૦૯ની બેચનાં આઇએએસ અધિકારી એમ. નાગરાજને મુલાકાત દરમિયાન સરહદી સુરક્ષા ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે તેમ જણાવીને સુરક્ષા દળો તથા પોલીસની સાથે સાથે સ્થાનિક તંત્રનાં સંકલન ઉપર ખાસ ભાર મુકયો હતો. તાજેતરમાં રાજય સરકાર દ્રારા આઈએએસ અધિકારીઓની બદલી કરાવામાં આવી હતી તેમાં અરવલ્લી-મોડાસાનાં કલેકટર એવા એમ. નાગરાજનને કચ્છનાં કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.

કચ્છનાં નવા કલેકટર નાગરાજને કોમર્સમાં સ્નાતક કર્યા પછી ઇકોનોમિકસ તેમજ પબ્લિક પોલિસીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. જીલ્લા કક્ષાએ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી ચૂકેલા કચ્છનાં નવનિયુકત કલેકટરે આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ. કચ્છમાં ભવિષ્યમાં અછતની સ્થિતી ઊભી ના થાય તેં માટે દ્યાસ માટે અત્યારથી જ આગવી વ્યવસ્થા ઉભી કરવા અંગે પણ વિશેષ તકેદારી રાખવામાં આવશે તેમ ઉમેર્યું હતુ.

કચ્છને મળ્યું બીજુ સનદી કપલ

નવનિયુકત કલેકટર એમ.નાગરાજનાં પત્ની પણ અધિકારી છે. ઇન્ડિય રેવેન્યુ સર્વિસ (ત્ય્લ્) કેડરમાં હાલ તેઓ મુંબઇ ખાતે ફરજ નિભાવી રહ્યા છે. કચ્છનાં ડીડીઓ પ્રભાવ જોશીનાં વાઇફ પણ આઇઆરએસ અધિકારી છે. આમ કચ્છજિલ્લાને બીજુ બ્યુરોફ્રેટ કપલ મળ્યું છે.

(11:24 am IST)